Gujarat

સુરેન્દ્રનગરના કરોડાના ખર્ચે બનેલ હેન્ડલુમ અન્ડરબ્રિજમાં પાણી ભરાયા

સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર શહેરમાં લોકાર્પણ પહેલા જ નવો બની રહેલો અન્ડરબ્રિજ વરસાદી પાણીમાં ગરકાવ થયો છે. હજુ લોકોની સુવિધા માટે બ્રિજ ખુલ્લો નથી મુકાયો ત્યાં આ અન્ડરબ્રીજમાં વરસાદી પાણી ભરાયા છે. કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલા અન્ડરબ્રિજમાં વરસાદી પાણી નિકાલની કોઈ પ્રકારની વ્યવસ્થા ઉપલબ્ધ ન કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છેસુરેન્દ્રનગર હેન્ડલુમ ખાતે ટ્રાફિક સમસ્યા હળવી કરવા કરોડોના ખર્ચે અન્ડરબ્રિજનું નિર્માણ કરવામા આવી રહ્યું છે. ત્યારે ભારે વરસાદના પગલે હેન્ડલુમ અન્ડરબ્રિજમાં વરસાદી પાણી ભરાયા છે. જેથી લોકાર્પણ પહેલા જ નવો બની રહેલો અન્ડરબ્રિજ વરસાદી પાણીમાં ગરકાવ થયો છે.

File-02-Page-33.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *