Gujarat

કેશોદમાં વર્ષોથી વ્હાલા દવલાની નીતી અપનાવી લોક દરબાર યોજી કામગીરી બતાવતું પોલીસ તંત્ર

કેશોદમાં છેલ્લાં ઘણાં વર્ષોથી વ્હાલા દવલાની નીતી અપનાવી પસંદગીના લોકોને બોલાવી લોક દરબાર યોજી સબ સલામતના દાવા પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી રહયાછે અગાઉના લોક દરબારમાં શહેરના તમામ પ્રતિષ્ઠિત આગેવાનો જુદા જુદા વેપારી સંગઠનના પ્રમુખો રાજકીય સામાજીક આગેવાનો શહેરીજનો સહીત અસંખ્ય લોકોને લોક દરબારમાં આમંત્રિત કરવામાં આવતા ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી રજુઆત કરતા હતા તે સમયે એટલી રજુઆત આવતી કે લોક દરબારમાં સમય ઘટતો જેમાં થયેલ રજુઆતોને પરીપુર્ણ ન થતાં ધીમે ધીમે લોકોને આમંત્રણ આપવાનું ઓછુ કરી હાલમાં વ્હાલા દવલાની નીતી અપનાવી લોક દરબારમાં પસંદગીના લોકોને જ બોલાવવામાં આવતા હોવાનુ ચર્ચાઈ રહ્યું છે હાલમાં બસ બે ચાર પ્રશ્નોની રજુઆત કરી તે બાબતે થોડીઘણી ચર્ચા કરી નકકર કામગીરી કરવાનું આશ્વાસન આપી લોક દરબાર સમેટી લેવામાં આવેછે
કેશોદમાં શું વર્ષો પહેલા પ્રશ્નો હતા તે હલ થઈ ગયાછે? શું હાલમાં કોઈ સમસ્યા નથી? વધુ સમસ્યાની રજુઆત કરનાર લોકોને આમંત્રણ આપવામાં આવતું નથી? એવા અનેક સવાલો શહેરીજનોમાં ચર્ચાઈ રહયાછે
કેશોદ શહેરમાં વર્ષોથી દારૂ જુગાર આવારા તત્વો ટ્રાફિક સમસ્યા પોલીસ સ્ટાફ અછત સહીતના પ્રશ્નોની વર્ષોથી રજુઆત થાયછે જે પ્રશ્નો ખરેખર હલ થયાછે? કેશોદમાં શરદ ચોકમાં લોક ભાગીદારીથી પોલીસ ચોકીનું  નિર્માણ થયુંછે છતાં પોલીસ સ્ટેશન શોભાના ગાંઠીયા સમાન બની ગયું છે બાલાગામ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન બનાવવામાં આવેલછે છતાં ત્યાં કોઈ  રેગ્યુલર સ્ટાફ કે પોલીસ કર્મી ફાળવવામાં આવેલ નથી
છેલ્લા એકાદ વર્ષથી સ્ટાફમાં પણ વધારો થયોછે છતાં પોલીસની કોઈ નક્કર કામગીરી જોવા મળતી નથી
કેશોદ શહેરમાં દેશી દારૂના હાટડા વિદેશી દારૂનું વેચાણ ફુલી ફાલી રહ્યુંછે છતાં પોલીસ દ્વારા કાયદાનું શસ્ત્ર ઉગાવવામાં આવતું નથી ટ્રાફિક સમસ્યા હલ કરવામાં આવતી નથી ટીઆરબી જવાનો દ્વારા કોઈપણ સરકારી પોલીસ વાનમાં મોટાભાગે ડ્રાઇવીંગ કરતા જોવા મળેછે ત્યારે કોઈ આકસ્મિક બનાવ બનશે તો જવાબદાર કોણ? તેમજ નાઈટ પેટ્રોલીંગમાં પણ અનેક પોલીસ કર્મીઓ પોતાની ફરજ નિષ્ઠાથી બજાવતાં નથી તેવું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું
છે
પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થા જાળવવા માટે લોક દરબાર અને સ્થાનિક પોલીસ દ્વારા શાંતી સમીતીની બેઠક બોલાવવામાં આવેછે તેમાં પણ લાગતા વળગતા લોકોને જ બોલાવવામાં આવેછે એનું કારણ શું? એ બાબતે શહેર ભરમાં ચર્ચાનો વિષય બન્યો છે
અહેવાલ:- નરેશ રાવલીયા કેશોદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *