મહુવા તાલુકાના કોંગ્રેસના દિગ્ગજ ભાજપમાં જોડાયા….
આજરોજ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કોંગ્રેસ પૂર્વ પ્રમુખ અને કોળી સમાજના મહુવા ના પ્રમુખશ્રી શ્રી પ્રવીણભાઈ વાળા તથા સેદરડા જિલ્લા પંચાયત સભ્ય શ્રી રમેશભાઈ કાકલોતર તેમજ પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય શ્રી રાવતભાઇ કામળિયા તથા પૂર્વ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી શ્રી નનાભાઈ કલસરીયા આ લોકોએ કોંગ્રેસ પક્ષને છોડીને ભાજપ પક્ષમાં જતા હાહાકાર મચી ગયો છે.
તેઓ ભાજપમાં જોડાયા ની સાથે તાલુકા શહેર મંડળના હોદ્દેદારો તથા જિલ્લા પંચાયતના સભ્ય શ્રીઓ, નગરપાલિકાના કાઉન્સિલર શ્રી ઓ, દરેક મોરચાના ઇન્ચાર્જ શ્રીઓ હાજર રહ્યા હતા.
સાથે સાથે ભાવનગર જિલ્લાના ભાજપના પૂર્વ અધ્યક્ષ શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા ને પ્રદેશ ઉપાધ્યક્ષ બનવા બદલ મહુવા ગ્રામ્ય શહેર ભાજપ દ્વારા તેમનો સન્માન સમારંભ ક્રિષ્ના હોટલ નાના જાદરા ખાતે રાખવામાં આવેલ હતો.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, માનનીય જિલ્લા અધ્યક્ષ શ્રી મુકેશભાઈ લંગાળીયા, જોન મહામંત્રી શ્રી ભુપતભાઈ બારૈયા, મહુવા ધારાસભ્ય શ્રી આર.સી મકવાણા, શ્રી કેશુભાઈ નાકરાણી, ભીખાભાઈ બારૈયા, પ્રભારી શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ તથા અશોકભાઇ સોલંકી જેવા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર દાદુભાઇ આહીર મહુવા