- અત્યાર સુધી 8 રાજ્યોમાં બર્ડ ફ્લૂ ફેલાવવાની પુષ્ટી થઈ ચૂકી છે.
કેન્દ્રના પશુપાલન અને ડેરી વિભાગે રવિવારે નિવેદન આપીને સાત રાજ્યોમાં બર્ડ ફ્લૂના પ્રસારની પુષ્ટિ કરી,જેમાં કેરલ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ગુજરાત અને ઉત્તર પ્રદેશ સામેલ છે.
મોડી સાંજે મહારાષ્ટ્ર પશુપાલન કમિશનર સચિન્દ્ર પ્રતાપસિંહે કહ્યું કે રાજ્યમાંથી લેવામાં આવેલા નમૂનાઓમાં એવિયન ઈન્ફલ્યુએન્ઝા વાયરસની પુષ્ટિ થઈ છે.
રવિવારે હિમાચલ પ્રદેશની પોંગ ડૈમ લેક વન્યજીવવ અભયારણ્યમાં 215 પ્રવાસી પક્ષી મૃત મળ્યા, અધિકારીઓ અનુસાર એવું સમજવામાં આવી રહ્યું છે કે બર્ડ ફ્લૂથી મરનારા કુલ પ્રવાસી પક્ષીઓની સંખ્યા 4,235 થઈ ગઈ છે.
આ વચ્ચે શનિવારે સોલન જિલ્લામાં ચંડીગઢ-શિમલા હાઈવે ઉપર ઘણા બધા પોલ્ટ્રી પક્ષીઓ મરેલા મળી આવ્યા હતા. રાજ્યના અલગ-અલગ ભાગોમાં પાછલા કેટલાક દિવસથી ઘણા બધા કાગડાઓનો મૃતદેહ પણ મળી આવ્યા છે.
મહારાષ્ટ્રના પશુપાલન કમિશનરનું કહેવું છે કે બર્ડ ફ્લૂનો ફેલાવો રોકવા માટે પરભણી અને લાતુરના કેન્દ્રોથી એક કિલોમીટરના ત્રિજ્યાની અંદર પક્ષીઓને મારવાનો હુકમ કરવામાં આવ્યો છે. ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, તેમણે કહ્યું કે 10 કિલોમીટરનું સર્વેલન્સ ઝોન બનાવવામાં આવ્યું છે અને પરિસ્થિતિની નજીકથી નજર રાખવામાં આવી રહી છે.
તો બીજી તરફ ઉત્તર પ્રદેશ પશુપાલન વિભાગે અનેક સાવચેતીના પગલા ભર્યા છે. લોકોને ઝૂ અને પક્ષી અભયારણ્યમાં જવાથી બચવાની અપીલ કરવામાં આવી રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે, પક્ષીઓના સંપર્કમાં આવવાથી બચે. પ્રશાસનને કહેવામાં આવ્યું છે કે, કોઈપણ પક્ષીની અપ્રાકૃતિક મોતની જાણકારી આપવામાં આવે.
આ વચ્ચે, પંજાબમાં ગુરૂ અંગદ દેવ વેટરનરી એન્ડ એનિમલ સાઈન્સ યૂનિવર્સિટીએ રવિવારે પોલ્ટ્રી ખેડૂતો અને ચિકન ખાનારાઓ માટે એક એડવાઈઝરી રજૂ કરી છે.
એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, હાલમાં પંજાબમાં બર્ડ ફ્લૂનો કોઈ કેસ સામે આવ્યો નથી, તે છતાં પણ પોલ્ટ્રી ખેડૂતો વધારે સતર્ક રહે અને સાફ-સફાઈ ઉપર વધારે ધ્યાન રાખે. તેમાં કહેવામાં આવ્યું છે કે, “70 ડિગ્રી સેલ્સિયસથી વધારે તાપમાન પર વ્યવસ્થિત રીતે ખાવાનું બનાવવાથી ઈન્ફ્લૂએન્જા વાયરસ મરી જાય છે. એક ફાર્મથી બીજા ફાર્મ ઉપર સામાન્ય રીતે જીવિત પક્ષીઓ, લોકો અને દૂષિત વાહનો, ઉપકરણો દ્વારા સંક્રમણ ફેલાય છે.