ત્રણ નવા કૃષિ કાયદાને લઇને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ હતી. સરકાર તરફથી કોર્ટમાં કહેવામાં આવ્યુ કે બન્ને પક્ષ વચ્ચે ચર્ચા થઇ છે જેમાં નક્કી થયુ કે ચર્ચા ચાલતી રહેશે. સુપ્રીમ કોર્ટે ખેડૂત આંદોલનને લઇ કેન્દ્ર સરકારને ફટકાર લગાવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે કૃષિ કાયદા પર તમે રોક લગાવશો કે અમે લગાવીએ.
ચીફ જસ્ટિસે ખેડૂત આંદોલન પર નારાજગી વ્યક્ત કરી હતી. ચીફ જસ્ટિસે કહ્યુ કે જે રીતે સરકાર આ ઘટનાને હેન્ડલ કરી રહી છે, અમે તેનાથી ખુશ નથી. અમને ખબર છે કે તમે કાયદો પાસ કર્યા પહેલા શું કર્યુ, ગત સુનાવણીમાં પણ વાતચીત વિશે કહેવામાં આવ્યુ હતું, શું થઇ રહ્યુ છે?
ચીફ જસ્ટિસે સુનાવણી દરમિયાન કહ્યુ કે આ દલીલ નહી ચાલે કે તેને કોઇ અન્ય સરકારે શરૂ કર્યુ હતું. તમે કઇ રીતે હલ કાઢી રહ્યા છો? સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યુ કે 41 ખેડૂત સંગઠન કાયદો પરત લેવાની માંગ કરી રહ્યા છે, આંદોલન ચાલુ રાખવા કહી રહ્યા છે. ચીફ જસ્ટીસે કહ્યુ કે અમારી પાસે આવી એક પણ દલીલ નથી આવી જેમાં આ કાયદાની પ્રશંસા થઇ હોય. કોર્ટે કહ્યુ કે અમે ખેડૂત મામલે એક્સપર્ટ નથી પરંતુ શું તમે આ કાયદાને રોકશો અથવા અમે પગલા ભરીયે. સ્થિતિ સતત ખરાબ થઇ રહી છે, લોકો મરી રહ્યા છે અને ઠંડીમાં બેઠા છે. ત્યા ભોજન, પાણીનું ધ્યાન કોણ રાખી રહ્યુ છે?
સુપ્રીમ કોર્ટે પૂછ્યુ કે અમને નથી ખબર કે મહિલાઓ અને વૃદ્ધોને ત્યા કેમ રોકવામાં આવી રહ્યા છે, આટલી ઠંડમાં આવુ કેમ થઇ રહ્યુ છે. અમે એક્સપર્ટ કમિટી બનાવવા માંગીએ છીએ, ત્યાર સુધી સરકાર આ કાયદાને રોકે નહી તો અમે એક્શન લઇશું.
