Gujarat

આદિપુરમાં વેપારીના ઘરમાંથી ૮.૧૧ લાખની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર

ગાંધીધામ
આદિપુર વોર્ડ-૧/એ ટીડીએક્સ મકાન નંબર-૩૦ માં રહેતા હરિઓમ જ્વેલર્સના માલિક અમિતભાઇ જયંતિલાલ સોની (ચાંપાનેરિયા)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, રાત્રે તેમનો પરિવાર ઉપરના માળે સૂઇ ગયા બાદ સવારે બહારના ભાગેથી અમુક ઇસમો મોબાઇલની ફ્લેશ લાઇટ નાખતાં તેઓ જાગી ગયા હતા. બુમાબુમ કરી તેમણે નાના ભાઇને બોલાવી લીધા હતા તે દરમિયાન અજાણ્યા ઇસમો તેમના ઘરની સીડી ઉતરી મેઇન દરવાજાે ખોલી ભાગી ગયા હતા. તપાસ કરતાં લાકડાના કબાટમાંથી રૂ.૧,૨૦,૦૦૦ ની કિંમતની ૩૪ ગ્રામની બે સોનાની બંગડીઓ, રૂ.૧,૯૦,૦૦૦ ની કિંમતનો ૫૦ ગ્રામ વજનનો સોનાનો હાર, રૂ.૬૦,૬૦૦ ની કિંમતની સોનાની ડાયમન્ડવાળી બે બુટ્ટીઓ, રૂ.૭૬,૦૦૦ ની કિંમતની સુનાની બે જાેડી સાદી બુટ્ટી, રૂ.૫૭,૦૦૦ ની સોનાની ૫ વીંટી, રૂ.૯૫,૦૦૦ નું સોનાનું મંગળસૂત્ર, રૂ.૭,૬૦૦ ના સોનાના બે પેન્ડલ, રૂ.૩૪,૯૦૦ ની કિંમતના ચાંદીના કડલા અને પોંચી, રૂ.૪૫,૦૦૦ ની કિંમતની ચાંદીની તૂટેલી ફૂટેલી ચીજ વસ્તુઓ મળી કુલ રૂ.૬,૮૬,૧૦૦ ની કિંમતના સોના-ચાંદીના દાગીના અને તેમના પત્ની કૃપાબેન અને માતાએ રાખેલી રૂ.૧,૨૫,૦૦૦ રોકડ મળી કુલ રૂ.૮,૧૧,૧૦૦ ની માલમત્તા અંદર પ્રવેશેલા તસ્કરો ચોરી ગયા હોવાનો ખ્યાલ આવતાં આ બાબતે તેમણે આદિપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પીએસઆઇ એચ.એસ.તિવારીએ વધુ તપાસ હાથ ધરી છે. અત્યાર સુધી મોટા ભાગની ચોરીની ઘટનાઓમાં તસ્કરો બંધ ઘરમાં ખાતર પાડી ઘટનાને અંજામ આપતા હતા પરંતુ ગાંધીધામ સંકુલમાં તસ્કરોની હિંમત તો જુઓ કેવી વધી છે , મકાનમાં ઘર ધણી પરિવાર સાથે હાજર હોવા છતાં બિન્દાસ્ત રીતે ચોરીને અંજામ તસ્કરો આપી રહ્યા છે. આવી ઘટનાઓ રોકવા અગાઉ લોકદરબારમાં લોકોએ રજુઆત પણ કરી છે કે આવા તત્વો પકડાય તો ધાક બેસાડતી સજા કરવામાં આવે, જાે આમ થાય તો જ આવી ઘટનાઓલ રોકાય. ગાંધીધામના સુભાષનગરમાં રહેતા આદિપુર વોર્ડ-૨/એ માં આવેલી માધવ હોસ્પિટલમાં તબીબ તરીકે ફરજ બજાવતા ડો. અમિતકુમાર મહેન્દ્રભાઇ ચૌહાણે તા.૨૩/૮ ના રાત્રે તેમણે પોતાની રૂ.૨૦,૦૦૦ ની બાઇક હોસ્પિટલના પાર્કિંગમાં પાર્ક કરી હતી. તેઓ તા.૨૪/૮ ના રોજ સવારે ૧૧ વાગ્યે હોસ્પિટલમાંથી બહાર આવ્યા ત્યારે તેમણે પાર્ક કરી બાઇક ન દેખાતાં આસપાસ શોધખોળ કરી પરંતુ ભાળ ન મળતાં આ બાઇક ચોરી થઇ હોવાની ફરિયાદ તેમણે આદિપુર પોલીસ મથકે નોંધાવી હતી.શિણાયમાં બે દિવસ પહેલાં નોંધાયેલી ચોરીની ઘટના બાદ બે દિવસ પછી જ એ જ પ્રકારની ચોરીની ઘટના આદિપુરમાં થઇ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે જેમાં પરિવાર ઉપરના માળે સૂતો હતો અને નીચે પ્રવેશેલા તસ્કરો રૂ.૮.૧૧ લાખની માલમત્તા ઉસેડી ગયા હોવાની ફરિયાદ આદિપુર પોલીસ મથકે નોંધાઇ છે.

File-02-Page-21.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *