વેરાવળ શહેરમાંથી ત્રણેક દિવસ પહેલા ઇલેકટ્રીક થાંભલા પરથી ટ્રાન્સફોર્મર ની ચોરી થયેલ હતી. આ ચોરીના બનાવમાં પોલીસે ચોરીની ટેવવાળી ગેંગના ત્રણ તસ્કરોને ચોરાઉ ટીસી સહિતના મુદામાલ સાથે ગણતરીના દિવસોમાં ઝડપી લીધેલ છે. વેરાવળના પી.આઇ. ડી.ડી.પરમાર, ડી.સ્ટાફના પી.એસ.આઇ. એચ.બી. મુસાર તથા એ.એસ.આઇ દેવદાનભાઇ માણંદભાઇ, હેડ કોન્સ. નટુભા ભાભલુભા, મયુરભાઇ મેપાભાઇ, સુનિલભાઇ માંડણભાઇ સહીતના પેટ્રોલીંગમાં રહેલ તે દરમ્યાન મળેલી બાતમીના આધારે (૧) પુના બાબુભાઇ સોલંકી (૨) શંકર બુધેશભાઇ ડાભી (૩) રૂત્વિક ગડુભાઇ સોલંકી રહે.બધા વેરાવળ વાળાઓને ૧૬ કેવીએ ટ્રાન્સફોર્મર (ટીસી) કિંમત રૂ.૪૦ હજાર તથા લોખંડના બે એંગલ કિં.રૂ.૧૫૦૦ ના મુદામાલ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.