ભાવનગર
ભાવનગરના કોળિયાકના દરિયામાં ડૂબી જતાં વધુ બેના મોત થવાની ઘટના સામે આવી છે. ભાવનગર શહેરના ઘોઘારોડ લીંબડીયું વિસ્તારના યુવાનો ભાદરવી સ્નાન માટે ગયા હતા. ૬ મિત્રો નિષ્કલંકના દરિયામાં નાહવા પડ્યા હતા. દરિયાના પાણીમાં ભારે કરંટના કારણે તમામ યુવાનો ડૂબવા લાગ્યા હતા. જે પૈકી ત્રણ યુવાનોનો આબાદ બચાવ થયો હતો. જ્યારે બે યુવાનોના ડૂબી જવાથી મોત થયા છે. જ્યારે એકની શોધખોળ ચાલુ છે. આમ આજે આધેડ અને યુવાન સહિત કુલ ૩ લોકોના ડૂબી જતાં મોત નીપજ્યા છે.
