Gujarat

રાજકોટમાં ગણેશ મહોત્સવના આયોજકો અને પોલીસ કમિશ્નર વચ્ચે બેઠક યોજાઈ

રાજકોટ
દુંદાળા દેવ ગણપતિ બાપાના મહોત્સવને આડે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે રાજકોટમાં ગણેશ મહોત્સવના આયોજકો અને પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ વચ્ચે આજે હેમુ ગઢવી હોલમાં બેઠક યોજાઈ હતી. જેમાં કેટલાક આયોજકોએ પોલીસ કમિશનરને ૧૦ વાગ્યા સુધી સ્પીકર વગાડવાના નિયમમાં છૂટ આપવા રજૂઆત કરી હતી. જ્યારે કેટલાક આયોજકોએ નવ ફૂટથી વધુ હાઈટવાળી મૂર્તિને લઇ સવાલ કર્યો હતો. ત્યારે પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, હવે મૂર્તિની હાઈટનો સવાલ નથી. તમે બધી તૈયારી કરી લીધી હશે, વિસર્જનમાં સાત જગ્યા નક્કી છે તેમાં કોઈ સજેશન હોય તો રસ્તો કાઢીશું. બેઠકમાં કેટલાક આયોજકોએ ૧૦ વાગ્યા સુધી સ્પીકર વગાડવાના નિયમમાં વધુ સમય આપવા રજૂઆત કરી હતી. જાહેરનામામાં ૧૦ વાગ્યા સુધી સ્પીકર વગાડવાની છૂટ છે. જેમાં યોગ્ય કરવા આયોજકોએ પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. પોલીસ કમિશનરે જાહેર આયોજનના નિયમો અને પોલીસ માર્ગદર્શિકાનું પાલન કરવા સમજાવાશે. ગણેશ મહોત્સવ દરમિયાન નિયમ મુજબ સાઉન્ડ સિસ્ટમ રાખવા અને વિસર્જનના નક્કી કરેલા સ્થળે જ આયોજકોએ જવા જણાવ્યું હતું. વિસર્જનના નક્કી કરેલા સ્થળે જ અલગ અલગ ૧૧ કલર કોડ આપવામાં આવ્યા છે. રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું હતું કે, શહેરના તમામ ગણપતિ મહોત્સવના આયોજકો સાથે બેઠક યોજવામાં આવી છે, બેઠકમાં આયોજકોના પ્રશ્નો અને સૂચનો હતા તે અંગે ચર્ચા કરવામાં આવી. પોલીસ ત્રણ શ્રેષ્ઠ ગણપતિ પંડાલને પસંદ કરશે અને પોલીસ આ ત્રણ મંડળને ટ્રોફી અને રોકડ ઇનામ આપશે. બુધવારથી શરૂ થતા ગણેશ મહોત્સવમાં દરેકે કાયદો અને વ્યવસ્થાનું પાલન કરવાનું રહેશે. આજે ૨૫૦ જેટલા આયજકો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. પત્નીએ ગણેશજી પર મોલકેલી કવિતા પોલીસ કમિશનરે બેઠકમાં રજૂ કરી હતી. રાજકોટના ત્રિકોણ બાગ ખાતે વર્ષોથી ગણેશ મહોત્સવનું આયોજન કરતા આયોજક જિમી અડવાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે મંજૂરી આપ્યા બાદ આયોજકોએ તમામ તૈયારીઓ શરૂ કરી દીધી હતી અને મૂર્તિના ઓર્ડર આપી દીધા હતા. રાજકોટ શહેરમાં મોટા ૧૦ જેટલા આયોજનો સહિત સોસાયટી અને ઓફિસોમાં મળી નાના મોટા કુલ ૧૫૦૦ જેટલા આયોજન થાય છે ત્યારે હવે જ્યારે ગણેશ મહોત્સવને આડે ગણતરીના દિવસો બાકી છે. વધુમાં તેમને જણાવ્યું હતું કે, આ વર્ષે બજારમાં ૧ ફૂટથી શરૂ કરી ૧૧ ફૂટ સુધીની મૂર્તિ ઉપલબ્ધ છે. જેની કિંમત રૂપિયા ૩૦૦ થી શરૂ કરી ૬૦ હજાર સુધીની છે. આ વર્ષે ૨૫% જેટલો ભાવવધારો મૂર્તિમાં આવ્યો છે કારણકે રો મટીરીયલ મોંઘુ થયું છે અને તમામ ની અંદર ય્જી્‌ લાગુ થતા મૂર્તિના ભાવમાં ૨૫% જેટલો ભાવવધારો જાેવા મળી રહ્યો છે.

Page-26.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *