Covid Cess In Budget 2021: હાલ બજેટની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કોરોનાના (Corona Pandemic) કારણે સરકારની આવક પણ ઘટી ગઈ છે અને અર્થ વ્યવસ્થાને (Indian Economy)પડેલા ફટકાની અસર દૂર કરવા માટે વધારે ફંડની જરૂર છે. તાજેતરમાં જ યોજાયેલી બેઠકમાં વડાપ્રધાન મોદીને (PM Modi) નાણાંકીય બાબતોના નિષ્ણાંતોએ ખર્ચ વધારવાનું સૂચન કર્યું હતું.
ઈકોનૉમિક ટાઈમ્સના રિપોર્ટ મુજબ, આ બજેટમાં (Budget 2021) નાણા મંત્રી (Finance Minister) નિર્મલા સીતારમણ કોરોના સેસની (Covid Cess) જાહેરાત કરી શકે છે. સરકારને કોઈ પણ સંજોગોમાં પોતાની તિજોરી ભરવાની આવશ્યક્તા છે. કોવિડ સેસ (Covid Cess) આજ દિશામાં એક મહત્વનું પગલુ હોઈ શકે છે. જો કે તેને લઈને હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય નથી લેવામાં આવ્યો.
ઉદ્યોગજગતના લોકોએ સરકારને અપીલ કરી છે કે, તેઓ બજેટમાં (Budget 2021) ટેક્સ રેટ વધારવા કે નવો ટેક્સ લાગૂ કરવા વિશે ના વિચારે. અર્થ વ્યવસ્થામાં (Indian Economy) પહેલાથી જ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. એવામાં એડિશનલ ટેક્સનો ભાર વિકાસની ગતિને અવરોધી શકે છે.
આજ કારણ છે કે, કોવિડ સેસને (Covid Cess) લઈને અટકળો થઈ રહી છે. એવું મનાય છે કે, આ કોવિડ સેસ (Covid Cess)વધુ ઈન્કમ ધરાવતા લોકો પર લાગૂ કરવામાં આવી શકે છે. અથવા આવું પણ સંભવ છે કે, તેને કસ્ટમ ડ્યૂટી કે પછી પેટ્રોલ-ડીઝલ પર લાગતી એક્સાઈઝ ડ્યૂટી લાગૂ કરવામાં આવી શકે છે.
- વૅક્સીનેશન માટે 65,000 કરોડની જરૂરિયાત
16 જાન્યુઆરીથી સમગ્ર દેશમાં પ્રથમ તબક્કા અંતર્ગત વૅક્સીનેશન ડ્રાઈવની (Corona Vaccination Drive) શરૂઆત થઈ રહી છે. જેમાં 30 મિલિયન લોકોને વૅક્સીન (Covid-19 Vaccine) આપવામાં આવશે. અનેક રાજ્યોમાં તેને ફ્રી આપવામાં આવશે.
હાલ વૅક્સીનેશન (Corona Vaccination Drive) માટે કોઈ ચાર્જ આપવો પડશે કે કેમ? તેને લઈને કોઈ જાણકારી નથી, પરંતુ અંદાજો છે કે, કોરોના વૅક્સીનેશન પોગ્રામ (Covid-19 Vaccination) માટે 60 થી 65 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે. ચાલુ નાણાંકીય વર્ષમાં સરકાર નાણાંકીય ખાધ 14.5 લાખ કરોડ રૂપિયા રહેવાનું અનુમાન છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે 2020-21ના સામાન્ય બજેટમાં (Budget 2021) નાણાકીય ખાધ 7.96 લાખ કરોડ કે GDPના 3.5 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે. એવામાં સરકારને પૈસાની ખૂબ જ જરૂર છે.
- અનેક રાજ્યો આ પ્રકારના સેસ લગાવી ચૂક્યાં
અનેક રાજ્ય સરકાર આ પ્રકારના સેસની (Covid Cess) જાહેરાત પહેલાથી જ કરી ચૂકી છે. રાજ્યોની કમાણીનો મુખ્ય આધાર GST છે. કોરોના બાદ GST કલેક્શનમાં (GST Collection) મોટી કમી આવી છે. એવામાં અનેક રાજ્યોએ ફંડ એકઠુ કરવા માટે સેસની (Covid Cess) જાહેરાત કરી છે.
ઝારખંડમાં ખનિજ પદાર્થ પર કોવિડ સેસ (Covid Cess) લગાવવામાં આવ્યો છે. જ્યારે પંજાબમાં દારુ પર ટેક્સ વધારવામાં આવ્યો છે. દિલ્હીની કેજરીવાલ સરકારે દારુ પર 70 ટકા કોરોના સેસ લગાવ્યો હતો. જો કે જૂન 2020માં તેને પરત લઈ લેવામાં આવ્યો, પરંતુ VAT વધારી દીધો હતો.
કોરોના મહામારીથી (Corona Pandemic) સમાજના દરેક વર્ગને અસર થઈ છે. આજ કારણ છે કે, આર્થિક બાબતોના એક્સપર્ટ રેટ્સમાં કોઈ ફેરફાર ના કરીને તેની જગ્યાએ કોવિડ સેસનો (Covid Cess) વિકલ્પ સૂચવી રહ્યાં છે.