રાયબરેલી જિલ્લાના પ્રવાસે ગયેલા આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના ધારાસભ્ય સોમનાથ ભારતી પર સિંચાઇ વિભાગના ગેસ્ટ હાઉસમાં સ્યાહી ફેકવામાં આવી હતી. સોમનાથે ભાજપ કાર્યકર્તા પર આરોપ લગાવ્યા છે. આ દરમિયાન આપના ધારાસભ્યનું પોલીસ સાથે ઘર્ષણ પણ થયુ હતું. તે બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
અમેઠી-રાયબરેલીના પ્રવાસે ગયેલા આપના ધારાસભ્ય સોમનાથ ભારતીએ જગદીશપુરમાં પાર્ટી કાર્યકર્તા મીટિંગમાં ભડકાઉ નિવેદન આપ્યુ હતું, સોમનાથ ભારતીએ કહ્યુ હતું કે ભાજપ સરકારમાં ગુંડાનું રાજ છે. સોમનાથ ભારતીએ કહ્યુ હતું કે યુપીની હોસ્પિટલમાં કુતરાના બાળકો જન્મે છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને નેતા સોમનાથ ભારતી રવિવારે રાયબરેલી પહોચ્યા હતા. તે સિંચાઇ વિભાગના ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા. રાયબરેલીમાં પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મુલાકાત સહિત તેમના કેટલાક કાર્યક્રમ હતા.
સોમનાથ ભારતીએ આરોપ મુક્યો કે ભારજના કાર્યકર્તા ગેસ્ટ હાઉસ પહોચ્યા હતા અને જેવા જ આપ ધારાસભ્ય નીકળ્યા તેમની પર સ્યાહી ફેકી હતી. હિન્દૂ યુવા વાહિની અને ભાજપ કાર્યકર્તાઓએ ગેસ્ટ હાઉસમાં વિવાદ કર્યો હતો. પોલીસે કોઇ રીતે ભાજપ કાર્યકર્તાઓને શાંત કરી સ્થિતિને સંભાળી હતી.
આપના સાંસદ સંજય સિંહે ટ્વીટ કરી કહ્યુ કે, યુપીમાં સરકારની તાનાશાહી જોવા મળી રહી છે. સાંસદ સંજય સિંહે કહ્યુ , આપે જ્યારે સ્કૂલ, હોસ્પિટલની ખરાબ સ્થિતિ પર સવાલ ઉભો કર્યો તો આપના નેતાઓને આતંકી કહેવામાં આવ્યા. પૂર્વ મંત્રી અને ધારાસભ્ય સોમનાથ ભારતી પર રાયબરેલીમાં ભાજપાઇઓએ હુમલો કરી દીધો અને સોમનાથ ભારતીની જ પોલીસે ધરપકડ કરી છે.