અમદાવાદના પ્રહલાદ નગર ફાયર સ્ટેશનમાંથી ગત મોડી રાત્રે નવી ડેડ બોડી વાનની ચોરી થઈ હતી.ગત મોડી રાત્રે ૩ વાગ્યાની આસપાસથી ગુમ થઈ વાનની શોધખોળ હાથ ધરવા માટે ફાયર ડિપાર્ટમેન્ટમાં સવારથી દોડાદોડી થઈ ગઈ હતી.
એપાર્ટમેન્ટ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસ કાફલો પણ ત્યાં પહોંચી ગયો હતો. જેથી પોલીસે ફરિયાદ દાખલ કરી વાનની શોધખોળ હાથ ધરી હતી.તો બીજી તરફ પોલીસ વિભાગ દ્વારા આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું
તેની વચ્ચે માનસી સર્કલ પાસેથી આ ડેડ બોડી વાન મળી આવતા ફાયર અધિકારી અને પોલીસમાં હાશકારો જોવા મળ્યો હતો.
અમદાવાદ શહેરમાં ચોરોનો આતક દિવસે દિવસે વધતો જ જોવા મળી રહ્યો છે. મોબાઈલ,બાઈક સહિતની વસ્તુઓ તો ઠીક પણ હવે ચોરોએ સીધો નિશાન ફાયર પર સાધ્યો છે. પ્રહલાદનગર ફાયર સ્ટેશનથી નવી ખરીદાયેલી ફાયર બ્રિગેડ ડેડ બોડીવાન ચોરી થઈ ગઈ છે. મોડી રાત્રે ત્રણ અજાણ્યા શખ્સો લઈ ગયા હોવાની હાલમાં આશંકા છે. ફાયર બ્રિગેડનો સ્ટાફ હાલ પ્રહલાદ નગર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો અને તમામ ધટનાની જાણ પોલીસને કરી હતી. જેથી પોલીસે ફરિયાદ લઈ ઘટના સ્થળે તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરી હતી. તો આ વાનની શોધખોળ હાથ ધરતા આ વાન માનસી સર્કલ પાસેથી મળી આવી હતી.
આ બોડીવાન હમણાં તાજેતરમાં જ ખરીદવામાં આવી હતી જેની કિંમત લગભગ 17 લાખની આસપાસ છે અને અમદાવાદના મેયર બીજલ પટેલના બજેટમાંથી આ ડેડ બોડી વાન ખરીદવામાં આવી હતી.