ગિરગઢડા
ભરત ગંગદેવ
સર્વધર્મ સમાભાવના વિચારોને વરેલ જલારામ ગ્રુપ દ્વારા રાપર શહેરમાં પ્રથમ વખત શૈક્ષણિક ક્ષેત્રે સફળતા મેળવનાર બધી જ જ્ઞાતિના તેજસ્વી તારલાઓને સત્કરવાનું એક આયોજન જલારામ રઘુવંસી લોહાણા કન્યા છાત્રાલય મધ્યે કરવામાં આવેલું. જેમાં ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરતા રાપર શહેરની 20 જેટલી પ્રાથમિક શાળા તેમજ પાચ જેટલી હાઈસ્કૂલ માં અભ્યાસ કરતા જુદી જુદી જ્ઞાતિના અંદાજે 500 જેટલા વિધાર્થીઓએ હોશભેર પોતાની માર્કશીટ આપી હતી.
જેમાં દરેક ધોરણમાં 1 થી 3 નંબર આવેલ વિધાર્થીઓને પ્રમાણપત્ર અને ઇનામભેટ આપી ઉપસ્થિત અગ્રણીઓના હસ્તે પ્રોત્સાહિત કરાયા હતા.
કાર્યક્રમની શરૂઆત દરિયાસ્થાન મંદિરના સંત ડો. ત્રિકાલદાસજી બાપુ અને ઉપસ્થિત આમંત્રિત મહેમાનો ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવેલ હતી.
સમગ્ર કાર્યક્રમ દરમ્યાન જુદી જુદી શાળાઓના વિધાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી તેને શોભાવ્યો હતો.
આ આયોજનમાં 80% કે તેથી માર્ક્સ આવેલ હોય તેઓની માર્કશીટ મંગાવેલ હતી હાજર રહેલ વિધાર્થીઓને આશ્વાસન ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ માં વિનોદભાઈ દાવડા, ભરતભાઈ રાજદે, દિનેશભાઇ સોની, હીરાભાઈ પટેલ, નકુલભાઈ ભાવસાર, દિનેશભાઇ ચંદે, પ્રતાપભાઈ મીરાણી, વસંતલાલ આદુઆણી,સંજયભાઈ ઠક્કર, હસુભાઈ પ્રજાપતિ, વિકાસભાઈ ખંડોર, દિનેશભાઇ સેજપાલ, અંજનાબેન ચંદે, બિનિતાબેન સાધુ, મોંઘીબેન પટેલ,રીટાબેન શર્મા, પુષ્પાબેન માલી સહિતના હાજર રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમ નું સમગ્ર સંચાલન હસમુખભાઈ રૈયા એ કર્યું હતું.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા ગ્રુપના સ્થાપક શૈલેષ ભીંડે, જીગર સોમેશ્વર, નયન સુરૈયા,ભરત બાંભણીયા, ભાવિક કોટક, ડાહ્યાભાઈ ઠાકોર, હરેશ મંજીઠિયા, રાહુલ સોમેશ્વર, જીગર ચંદે ધનસુખ સાયતા, કૃપેશ ગંધા વગેરેએ જહેમત ઉઠાવી હતી. એવુ જલારામ ગ્રુપ ના શૈલેષ ભાઈ ભાઈ ભીંડે ની યાદીમા જણાવ્યું હતું..


