રાજકોટ શહેર પોલીસમાંથી મળતી વિગત મુજબ, મોરબી રોડ પર આવેલા રાજકોટના કુવાડવા રોડ પોલીસ મથક હેઠળના રતનપરમાં તસ્કરો ત્રાટકતાં પોલીસ દોડી ગઇ હતી.
રતનપરની ડ્રીમલેન્ડ સોસાયટીમાં રહેતાં શૈલેષભાઇ નરભેરામ સાંકળેચાના ઘરમાં રાત્રીના તસ્કરો ત્રાટક્તા હતાં. આ પરિવારના સભ્યો ઉપરના માળે સુતા હોઇ નીચેના માળે દરવાજા તોડી કબાટો વેરવિખેર કરી તસ્કરો ૨૦,૦૦૦ ની માલમત્તા ચોરી ગયા છે. થો
દિવસ પહેલા ધોળા દિવસે રતનપરમાં આવેલા અકબરી પરિવારના મંદિરમાંથી તસ્કરો છતર ચોરી ગયા હતાં. એ પહેલા મધરાતે એક સોસાયટીમાં ધાબળા ટોપી ઓઢીને ત્રાટકેલા તસ્કરો જેવા શખ્સો C.C.T.V કેમેરામાં કેદ થયા હતાં. આ
ફરીવાર ચોરીનો બનાવ બનતાં પોલીસે કાર્યવાહી કરી હતી.