જામ ખંભાળીયાના ઇન્ડીન રેડક્રોસ સોસાયટી તેમજ સ્વ.રમાબેન મથુરાદાસ મામતોરા ના સ્મરણાથેઁ હસ્તે નવીનભાઇ મથુરદાસ મામતોરા લંડનવાળા નાં આર્થિક સહયોગથી જામ ખંભાળીયા નગરનાકા પાસે આવેલ કાનજી ચેતુર ધર્મશાળા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામા આવ્યો હતો. જેમા જીલ્લા ડી.વાય.એસ.પી. ચોધરીના વરદ હસ્તે દીપ પ્રાગટય કરી ને શુભ શરૂઆત કરવામા આવી હતી.
ત્યારે ઇન્ડીન રેડક્રોસ સોસાયટીના ચેરમેન કીરીટભાઇ મજીઠીયા તેમજ તેમની ટીમ દ્રારા જણાવવામાં આવ્યું હતુ કે હાલ કોરાના કાળની પરિસ્થિતિમાં તેમજ થેલેમેસિયાવાળા બ્લડની જરૂરીયાત ઉભી થતી હોય સ્વ. રમાબેન મથુરાદાસ મામતોરાના આર્થિક સહયોગથી આ બ્લડ કેમ્પ 101 બ્લડની બોટલ ના ટાગેટૅ સાથે કેમ્પ યોજવામા આવ્યો હતો.
જેમા જામનગરની વોલન્ટરી બ્લડબેંક દ્રારા ભારે જહેમત ઉઠાવવામા આવી હતી. તેમજ તમામ રકત દાતા ઓને સંસ્થા તરફથી આકર્ષણ સ્મુતિ ભેટ આપવામા આવી હતી તેમજ આ બ્લડ ડોનેશન કેમ્પ ને સફળ બનાવા રેડક્રોસ સોસાયટીના ચેરમેન કીરીટભાઇ મજીઠીયા, વાઇસ પ્રેસીડન્ટ યોગેશભાઇ મોટાણી, વાઇસ ચેરમેન પંકજભાઇ પંડયા ટ્રેઝરર વગેરે એ સહયોગ આપ્યો હતો.