જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં મકરસંક્રાતીના તહેવાર નિમિત્તે ઉપરાંત તા.૧૦ થી ૨૦ જાન્યુ. દરમ્યાન લોકો મોટા પ્રમાણમાં પતંગ ચગાવતા હોય છે. આ સમય દરમ્યાન પતંગના માંજાવાળા દોરાથી પક્ષીઓને ઇજા થતી હોય છે. મૃત્યુ પામે છે. આ બનાવો સંદર્ભે માંગરોળ માં સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા નિર્દોષ પક્ષીઓના જીવ બચાવો અભિયાન અંતર્ગત ઇજાગ્રસ્ત પક્ષીઓને તાત્કાલીક સારવાર આપવા માટે ખાસ તૈયારીઓ કરવામાં આવેલી છે. લોકો દ્વારા ઉત્તરાયણના પર્વની ઉત્સાહ ભેર તૈયારીઓ થઈ રહી છે ત્યારે સમગ્ર માંગરોળ તાલુકામાં પક્ષી ઓની સારવાર માટે સતત 24×7 કલાક રાત દિવસ જોયાવગર નિસ્વાર્થભાવે સેવા આપતા એવા સંજીવની નેચર ફાઉન્ડેશન ના કાર્યકરો દ્વારા મૂંગા અને અબોલ જીવો એવાં પક્ષી ઓની સારવાર માટે સમગ્ર ટિમ દ્વારા 24 કલાક સેવાઓ આપવામાં આવી રહી છૅ.
સંજીવની નેચર ફાઉન્ડેશન માંગરોળ દ્વારા છેલ્લા આઠેક વર્ષ થી આસ પાસ ના ગામડાઓમાં રહેલા કાર્યકરો દ્વારા અનેક મૂંગા અને અબોલ જીવોને બચાવી લેવામાં આવ્યા છે સંજીવની નેચર ફાઉન્ડેશન ના કાર્યકરો કે જેઓ રાત દિવસ શિયાળો,ઉનાળો કે ચોમાસુ હોઈ દરેક કાર્ય કરો દ્વારા નિસ્વાર્થ ભાવે સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે. સંજીવની નેચર ફાઉન્ડેશન માં જોડાયેલા દરેક કાર્યકરો ખુબજ નિસ્વાર્થ ભાવે કામો કરી પોતે પોતાના જીવનમાં આ નિસ્વાર્થ કાર્યો દ્વારા પોતે કાંઈ કર્યું હોય એવી રીતે નિસ્વાર્થ કાર્ય કરી રહ્યા છે અને આ કાર્યકરો અવાર- નવાર મૂંગા અને અબોલ જીવોને બચાવવા માટે ઘણાં જોખમી રેસ્ક્યુ પણ કરતા હોય છે.
