Haryana

ઓલિમ્પિક ગેમ્સની તૈયારી કરી રહેલા યુવા એથ્લીટની ક્રૂર હત્યા, ૨૦૦થી વધારે મેડલ જીતી ચૂક્યો હતો મૃતક

ફરિદાબાદ
હરિયાણાના ફરિદાબાદ જિલ્લામાં ઓલિમ્પિક ગેમ્સની તૈયારી કરી રહેલા યુવા એથ્લીટની ચપ્પાના ઘા મારીને ક્રુર હત્યા કરવામાં આવી છે. મૃતક ખેલ પ્રતિયોગિતાઓમાં ૨૦૦થી વધારે મેડલ જીતી ચૂક્યો છે. પરિવારજનોનો આરોપ છે કે ખેલ સ્પર્ધાઓમાં સતત શાનદાર પ્રદર્શનના કારણે તેની હત્યા કરવામાં આવી છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરુ કરી દીધી છે. ફરિદાબાદના સેક્ટર-૧૨ ખેલ પરિસરથી પ્રેક્ટિસ કરીને પોતાના ઘરે જઈ રહેલા ૧૬ વર્ષીય પ્રિયાંશુની કેટલાક અજાણ્યા હુમલાખોરોએ ચપ્પના ઘા મારીને ર્નિમમ હત્યા કરી દીધી છે. હાલ હત્યાના કારણની માહિતી સામે આવી નથી. પોલીસે તપાસ શરુ કરી છે. બતાવવામાં આવી રહ્યું છે કે ફરિદાબાદની સંજય કોલોનીમાં રહેતો પ્રિયાંશુ દરરોજની જેમ ફરિદાબાદ સેક્ટર-૧૨ ખેલ પરિસરથી પોતાની પ્રેક્ટિસ કરીને ઘરે જઈ રહ્યો હતો. ત્યારે સેક્ટર-૧૨ પાસે કેટલાક અજાણ્યા લોકો દ્વારા પ્રિયાંશુ પર ચપ્પાથી પ્રહાર કરવામાં આવ્યો હતો. જેમાં પ્રિયાંશુનું મોત થયું હતું. પ્રિયાંશુ એક ઉભરતો ખેલાડી હતો જે ઓલિમ્પિકની જાેરદાર તૈયારીઓ કરી રહ્યો હતો. આ પહેલા પ્રિયાંશુએ લગભગ ૨૦૦ સ્પર્ધક મેડલ મેળવીને પોતાના પરિવાર અને ફરિદાબાદનું નામ રોશન કર્યું હતું. પરિવારજનોનો આરોપ છે કે તેમના પુત્રની હત્યા સતત મેડલ જીતવાના કારણે કરવામાં આવી હોઇ શકે છે. કારણ કે તેના સાથી ખેલાડીઓને તેની ઇર્ષા થતી હતી. જાેકે પોલીસે મૃતકનું પોસ્ટ મોર્ટમ કરાવીને કેસ નોંધ્યો છે. આરોપીઓની શોધખોળ શરુ કરી છે. ફરિદાબાદના પોશ વિસ્તારમાં થયેલી આ ખેલાડીની હત્યા પછી પોલીસની કાર્યપ્રણાલી ઉપર પણ સવાલો ઉભા થયા છે. લોકો પૂછી રહ્યા છે કે હંમેશા સેવા સુરક્ષા સહયોગનો નારો આપનાર પોલીસને પેટ્રોલિંગ ક્યાં છે.

Page-39.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *