નવીદિલ્હી
રાજધાની દિલ્હીમાં ફરી એક વખત ગુનાખોરીની એક મોટી ઘટના સામે આવી છે. અહીં કરોડોના સોનાની લૂંટની ઘટનાએ ભારે ચર્ચા જગાડી છે. દિલ્હીના પહાડગંજ વિસ્તારમાં લૂંટારુઓએ આ ઘટનાને અંજામ આપ્યો છે. તેઓ લગભગ બે કરોડ રૂપિયાની જ્વેલરી લૂંટી ભાગી ગયા હતા. લૂંટારુઓએ કુરિયર કંપનીના કર્મચારીની આંખોમાં મરચાનું પાઉડર નાંખીને ઘટનાને અંજામ આપ્યો હતો. લૂંટની ઘટના બની હતી. કેટલાક અજાણ્યા લૂંટારુંઓ કુરિયર કંપનીના કર્મચારીની આંખમાં મરચા નાંખીને લગભગ બે કરોડ રૂપિયાની જ્વેલરી લૂંટી ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ તપાસમાં જાેતરાઇ છે. જ્યારે કહેવાઇ રહ્યું છે કે, તપાસ દરમિયાન પોલીસને કેટલાક મહત્વના પૂરાવા મળ્યા છે, જે બાદ આગામી ટૂંક સમયમાં જ આરોપીઓની ઘરપકડ કરવામાં આવી શકે છે. આ લગભગ બે કરોડ રૂપિયાની જ્વેલરી કુરિયર કંપનીના કર્મચારીને ચંડીગઢ અને લુધિયાણા મોકલવાની હતી. પોલીસને સવારે લગભગ પોણા પાંચ કલાકે આ ઘટનાની જાણ થઇ હતી. તપાસ કરવા પહોંચેલી પોલીસને જાણવા મળ્યું હતું કે, કરિયર કંપનીના કર્મચારી પાસે બે બેગ હતા જેમાં જ્વેલરી હતી. આ જ્વેલરી તે ચંડીગઢ અને લુધિયાણા મોકલવાનો હતો. મહત્વનું છે કે, ચાર આરોપીઓએ આ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. ખાસ કરીને એક આરોપી તો પોલીસના ડ્રેસમાં હતો અને આરોપીઓએ બે કુરિયર કંપનીના કર્મચારીઓને ચેકિંગ કરવા માટે રોક્યો હતો. જે બાદ બે લોકો પાછળથી આવ્યા અને કર્મચારીઓની આંખોમાં મરચાની ભૂખી નાંખી દીધી હતી અને તેમના બેગ લૂંટી લીધા હતા.

