ગણેશ ચતુર્થી નો મહાપર્વ આર એમ પી એસ શાળા ની ત્રણેય શાખાઓમાં હર્ષોલ્લાસ સાથે ઉજવાયો
વિઘ્નહર્તા ગણેશજી નું આગમન અને ગણેશ ચતુર્થી નો મહાપર્વ આર એમ પી એસ ફલાયિંગ કીડ્સ શાળાની ત્રણેય શાખાઓ (દીવા રોડ શાખા, અંડાડા શાખા તથા જી. આઇ. ડી.સી. શાખા માં ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો.
નાનાં નાનાં બાળકો દ્વારા ” *ગણપતિ બાપ્પા મોરિયા”* નાં સૂત્રોચ્ચાર સાથે વિઘ્નહર્તા દેવ ગણેશજી ની પૂજા – આરતી કરાઇ. બાળકોએ વિવિધ પ્રવૃત્તિઓ જેમ કે ભજન ગાઈ, નૃત્ય કરી, ગણેશજી ને અલગ અલગ રીતે શણગારી પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો.
ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.

