નારાયણ વિધાવિહારનો અનોખો અભિવાદન કાર્યક્રમ
“સમાજની દિવાદાંડી બની ચૂકેલ નિવૃત શિક્ષકોની ભાવવંદના”
શિક્ષક એ તેજસ્વી સૂર્ય સમાન છે. તેના તેજ અને પ્રતિભા સમાજને તેના જ્ઞાનરૂપી કિરણોથી સતત નવચેતન અને પ્રાણ પૂરતા હોય છે. સમાજ તેના વડે સતત નવઉર્જા અને નવસર્જનને પંથે ગતિ-પ્રગતિ કરતો હોય છે. સમાજ અને રાષ્ટ્રની તે દિવાદાંડી છે. શિક્ષકો સદેવ સમાજને સંમ્માન્ય અને આદરપાત્ર હોય છે. તેઓ કાર્યકાળ થી નિવૃત થતાં હોય છે પરંતુ કર્મથી આજીવન તેમાં પ્રવૃત હોય છે. આવા શિક્ષકોને હમેશાં ભાવવંદન હોય.
શાળા શિક્ષક દિનનાં પૂર્વે દિને આવા 101 શિક્ષકોનું એક અનોખું અભિવાદન કરશે. આ માટે શાળાનાં તમામ શિક્ષકો તા – 4/9/2022 નાં રોજ શિક્ષક દિનનાં આગલા દિવસે આ નિવૃત શિક્ષકોના ઘરે જઇ તેમના કુશળક્ષેમ પૂછી ભારતીય સંસ્કૃતિ પરંપરા મુજબ કંકુ ચોખા તિલક કરી તેમને એક પુસ્તક, ફૂલ અને સન્માનપત્ર અર્પી ભાવવંદના કરી આશીર્વાદ મેળવશે. જે એક નવતર અનોખી ઘટનારૂપ શિક્ષણ જગતમાં કહી શકાય તેવો પ્રસંગ બનશે.
શિક્ષણ આમ તો પ્રયોગો થકી જ વધુ ઉજળું બનતું હોય છે. એમાંય નારાયણ વિધાવિહાર આવા સતત પ્રયોગો થકી શિક્ષણ, સમાજ અને રાષ્ટ્ર ચેતના માટે સતત દિવાદાંડી રૂપે આવા અનોખા કાર્યક્રમો થકી પોતાનું કર્તવ્ય સતત બજાવતી રહે છે.
ભાવેશ મુલાણી, ભરૂચ.
