Gujarat

અમદાવાદ પહોચ્યો કોરોના વેક્સીનનો પ્રથમ જથ્થો

કોરોના વેક્સીનનો પ્રથમ જથ્થો પૂણેથી અમદાવાદ પહોચી ગયો છે. કોવિશીલ્ડના 2.76 લાખ ડોઝનો પ્રથમ જથ્થો અમદાવાદ આવી ગયો છે.

આગામી 16 જાન્યુઆરીથી રાજ્યભરમાં કોરોના વિરુદ્ધ નિર્ણાયક જંગમાં વૅક્સીનેશન અભિયાનનો (Corona Vaccination Drive) પ્રારંભ કરવામાં આવશે. ગુજરાતમાં વૅક્સીનેશનને (Gujarat Covid Vaccination Plan) લઈને તમામ તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે.

ડોક્ટરો, સ્વાસ્થ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન વર્કર જેવા કોરોના વૉરિયર્સને આ વૅક્સીનેશનમાં પ્રાથમિક્તા આપવામાં આવશે. આજે આવનાર કોરોના વૅક્સીનનો પ્રથમ જથ્થાને ગાંધીનગરમાં સ્ટોરેજ કરવામાં આવશે. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આ વૅક્સીન અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર લઈ જવાશે.

ગુજરાતમાં પ્રથમ તબક્કામાં 11 લાખથી વધુ હેલ્થ અને ફ્રન્ટ લાઈન વર્કર્સને વૅક્સીનનો ડોઝ આપવામાં આવશે. રાજ્યમાં 16 હજાર હેલ્થ વર્કર્સને વૅક્સીનેટર તરીકેની તાલીમ પણ આપવામાં આવી છે.

રાજ્ય સરકારે કોરોના વૅક્સીન માટે કોલ્ડ ચેન ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરી છે. આ સાથે જ વૅક્સીનેશનની વ્યવસ્થા માટે 6 રિઝનલ ડેપો તૈયાર કર્યા છે. ગુજરાતમાં ડેટાબેઝનું કાર્ય થઈ ચૂક્યું છે. 4 લાખથી વધુ હેલ્થકેર વર્કર્સ, 6 લાખથી વધુ ફ્રન્ટ લાઈન વર્કર્સ- જેમા પોલીસ કર્મચારી, સફાઈ કર્મચારી અને કોવિડ ડ્યૂટીમાં ફરજ બજાવતા 11 લાખ કર્મચારીઓને વૅક્સીનનો પ્રથમ ડોઝ આપવામાં આવશે.

રાજ્યમાં ડોર-ટૂ-ડોર સર્વેનું કાર્ય પૂરુ થઈ ચૂક્યું છે. જેમાં 50 લાખથી વધુ વયના એક કરોડ પાંચ લોકો છે અને 50 વર્ષથી ઓછી વયના 2,75000 લોકો છે. જે અન્ય બીમારીઓના શિકાર પણ છે. જેમનો ડેટાબેઝ તૈયાર થઈ ચૂક્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *