નસવાડી ખાતે કન્યા શાળા આવેલી છે જેમાં 200થી વધુ વિદ્યાર્થીનીઓ ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરે છે આ શાળા જર્જરિત હોવાથી નવી બનાવવા માટે સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી માર્ચ માસમાં ટેન્ડર પ્રક્રિયામાં કોઈપણ એજન્સી એ ટેન્ડરના ભર્યું ના હતું પરંતુ જિલ્લા શિક્ષણ અધિકારીએ ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થયા વગર જ કન્યાશાળા ની બિલ્ડીંગ તોડી નાખી હતી સત્રનો પ્રારંભ તથા કન્યાશાળા ની વિદ્યાર્થીઓને કુમાર શાળામાં અભ્યાસ કરાવવામાં આવે છે સવારના સમય દરમિયાન વિદ્યાર્થીનીઓ ને અભ્યાસ કરાવવા માં આવે છે 11 વાગ્યા પછી કુમાર શાળામાં વિદ્યાર્થીઓને અભ્યાસ આપવામાં આવે છે કે જેનાથી વિધાર્થીનીઓ નો અભ્યાસ માટે સમય પૂરતો મળતો નથી જ્યારે નવું સત્ર શરૂ થઈ બે માસનો સમય થઈ ગયો હોવા છતાંય કન્યાશાળાના બિલ્ડીંગનું કામ શરૂ થયું નથી હાલ તો વિદ્યાર્થીનીઓ હેરાન પરેશાન થઈ રહી છે આસપાસના ગામોમાંથી વિદ્યાર્થીનીઓ અભ્યાસ અર્થે આવતી હોવાથી સમયસર શાળાએ પણ પહોંચી શકતી નથી જ્યારે નિયમ મુજબ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ જાય અને એજન્સીને વર્ક ઓર્ડર આપી દેવામાં આવે ત્યારે જ બિલ્ડીંગ તોડવાનુ હોય છે પરંતુ તાલુકા અને જિલ્લાના અધિકારીઓ ના અંધેર વહીવટ ના કારણે હાલ વિદ્યાર્થીનીઓ ભોગ બની રહી છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર