હાર્દિક કાનાબાર પ્રાચી
પ્રાચી તીર્થ. પ્રાચી તીર્થના શ્રી કે કે મોરી હાઇસ્કુલ ખાતે રાષ્ટ્રીય ખેલ દિવસ ની ઉજવણી કરવામાં આવેલ હતી જેમાં મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતી નિમિત્તે રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી કરવામાં આવેલ જેમાં રસ્સાખેચ તથા હેન્ડબોલ ની રમતો માં ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર શિલ્ડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્કૂલના આચાર્યશ્રી તમામ શિક્ષક સ્ટાફ ગણ તથા સ્પોર્ટસના શિક્ષકોએ જહેમત ઉઠાવીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો..