પાટણ
કેનેડાના વિન્ડસર શહેરમાં અભ્યાસ કરતા પાટણના આશા સ્ટુડિયોનાં માલિક સતિષભાઈ સ્વામીની પુત્રી શ્વેતા સ્વામી અને તેના સહ અધ્યાયીઓનાં સમૂહ દ્વારા પોતાના નિવાસ સ્થાને ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના કરી ભક્તિ સભર માહોલમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્રણ દિવસ માટે વિદેશની ધરતી પર પોતાના નિવાસ સ્થાને સ્થાપિત કરવામાં આવેલા વિધ્નહર્તા ગણેશજીની ભારતીય વિદ્યાર્થીઓ નિત્ય, પુજા અર્ચના અને આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો આયોજીત કરી ભક્તિસભર માહોલમાં ગણેશોત્સવની ઉજવણી કરી રહ્યા છે. ત્યાંના સ્થાનિક વિદેશી લોકો પણ આ ગણેશોત્સવમાં ઉપસ્થિત રહી ભગવાન શ્રી ગણેશજીના ઉત્સવમાં સહભાગી બની ધન્યતા અનુભવતા હોવાનું શ્વેતા સ્વામીએ ટેલિફોનીક વાતચિત દરમિયાન જણાવ્યું હતું.દેશભરમાં હાલ ગણેશમહોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ત્યારે સાત સમુંદર પાર રહેતાં અને અભ્યાસ અર્થે વિદેશ ગયેલા ભારતીય વિદ્યાર્થીઓએ પણ ગણેશઉત્સવનું આયોજન કર્યુ હતું.
