ત્રણ કૃષિ કાયદાઓ વિરૂદ્ધ દિલ્હી બોર્ડર પર ખેડૂત આંદોલન ચલાવી રહ્યાં છે. મંગળવારે સિંધુ બોર્ડર પર ખેડૂતોના વિરૂદ્ધ-પ્રદર્શનને 48 દિવસ પૂરા થઈ ગયા. કેન્દ્ર અને ખેડૂતો વચ્ચે અત્યાર સુધી અનેક રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે. હવે સુપ્રીમ કોર્ટેની પણ આ બાબતે એન્ટ્રી થઈ ચૂકી છે, પરંતુ સરકાર સાથે અન્નદાતા પોતાના સ્ટેન્ડ પર કાયમ છે.
ના સરકાર ઝૂકી રહી છે અને ના ખેડૂત માંગોને લઈને ટસના મસ થઈ રહ્યાં છે. ખેડૂતોના વલણથી હવે એવો સંકેત મળી રહ્યાં છે કે, આંદોલન લાંબુ ખેંચાઇ શકે છે. એવું તે માટે કેમ કે, કેટલાક ખેડૂતોનું કહેવું છે કે, જો સરકારે તેમની માંગો ના માની તો લોહડી તો શું હોળી પણ અહીં (આંદોલન સ્થળ પર) મનાવશે.
સમાચાર એજન્સી ANI સાથે વાતચીતમાં સિંધુ બોર્ડર પર એક પ્રદર્શનકારીએ જણાવ્યું, “જો સરકાર માનશે નહીં તો લોહડી તો શું અમે હોળી પણ અહીં જ મનાવીશું. અમે સરકારને કહેવા માંગીએ છીએ કે, ખેડૂતો તરફ ધ્યાન આપે. અહીં 51-52 લોકો મરી ગયા સરકારને તેમની ચિંતા નથી
આ વચ્ચે ટિકરી બોર્ડર પર વિરોધ પ્રદર્શનમાં સામેલ એક પ્રદર્શનકારીએ કહ્યું, “સુપ્રીમ કોર્ટ પાસેથી તો આશા છે તો પરંતુ સરકાર પાસે કોઈ જ આશા નથી કેમ કે, જો સરકાર ઈચ્છતી તો આ નિર્ણય અત્યાર સુધી થઈ ગયો હોત.” જ્યારે ભારતીય ખેડૂત યૂનિયને રાજવીર સિંહ જાદૌને કહ્યું, “અમે કોર્ટ પાસેથી અપેક્ષા કરીશું કે કૃષિ કાયદાઓને ખત્મ કરવાનો આદેશ આપે અને MSP પર કાયદો બને.
કૃષિ કાયદો પાછો લઈ લો – રાહુલે ફરીથી કરી માંગણી: રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને મંગળવારે કહ્યું કે, સરકારની સત્યાગ્રહી ખેડૂતોને આડી-અવળી વાતો થકી ગેરમાર્ગે દોરવાની દરેક કોશિશ બેકાર છે. અન્નદાતા સરકારની ઈચ્છાઓને સમજે છે, તેમની માંગ સ્પષ્ટ છે. કૃષિ-વિરોધી કાયદાઓ પરત લો, બસ!
