Gujarat

પલસાણાના એક ગામમાં રેલવે લાઇન પર એક અજાણ્યો ઇસમ મૃત હાલતની જાણ થતા, રેલવે પોલીસે કાર્યવાહી હાથ ધરી

બારડોલી
રેલવે પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ ગંગાધરા રેલવે સ્ટેશનથી પૂર્વમાં ગાંગપુર ગામની સીમમાંથી પસાર થતી રેલવે લાઇન પર એક અજાણ્યો ઉંમર આશરે ૩૫ વર્ષીય પુરુષ ઇસમ મૃત હાલતમાં હોવાનું જાણ થયું હતું. રેલવે પોલીસે ગાંગપુર ખાતે જઇને જાેતા એક પુરુષ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યાનું માલુમ પડ્યું હતું. મરનાર અજાણ્યા યુવાને અપ ગુડ્‌સ ટ્રેન સામે આવી આપઘાત કરી લેતા શરીરે થયેલી ગંભીર ઈજાઓ પહોંચી હતી. પોલીસે આ મામલે મરનારનાં વાલી વારસદારને શોધવા માટે કાર્યવાહી હાથ ધરી છે. અજાણ્યા મરનાર પુરુષ યુવાનની ઉંમર આશરે ૩૫ વર્ષની છે. જે યુવાન શરીરે મધ્યમ બાંધાનો, રંગે ગૌવર્ણ, ઊંચાઈ આશરે ૫ ફૂટ ૪ ઇંચની છે. યુવાને શરીરે ક્રીમ કલરનું આખી બાયનું શર્ટ તથા લાલ કલરનું બનીયાન તથા ગ્રે કલરનો પેન્ટ પહેરેલ છે. જેના જમણા હાથની કલાઈમાં દિલમાં આરડી નામનું છુંડણુ ગોથાવેલ છે.

File-02-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *