નર્મદા
પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેકટ સી પ્લેન સેવા બે વર્ષથી બંધ છે. જેને ચાલુ કરવા રાજ્ય સરકાર મથામણ કરી રહી છે ત્યારે હાલ ચોમાસાની સીઝનમાં જે સરદાર સરોવરના તળાવ ૩માં ઉભું કરાયેલ વોટર એરોડ્રામ અને સિપ્લેન માટે બનાવવામાં આવેલ જેટીની આજુબાજુમાં લીલ થઈ ગઈ છે. કિનારે ઢગલાબંધ કચરો વરસાદને કારણે આવી ગયો છે. ત્યારે વોટર એરોડ્રામની મુલાકાતે આવેલા રાજ્યના નાગરિક ઉડ્ડયન મંત્રી પુરણેશ મોદી એ મુલાકાત લીધી હતી ત્યારે આ બાબત ની નોંધ લઇ કિનારે અને જેટીની આજુબાજુમાં રહેલા કચરા અને લીલની સફાઈ કરવા સૂચના આપી જે સૂચના ને લઈને તંત્ર હાલ એક બોટ મૂકી સફાઈ કરવાની શરુઆત કરી છે. હજુ બધું બોટ મૂકી સફાઈ યુદ્ધના ધોરણે કરવા કામગીરી હાથ ધરી છે. જે તળાવની ઉપયોગ વોટર એરોડ્રામ માટે કરવામાં આવતો હોય તળાવમાં રનવે હોય જ્યાં આવી લીલ અને કચરો થવો મોટી બેદરકારી કહેવાય જાે આ લિલ કે કચરો સી.પ્લેન ના લેન્ડિંગ ટાઈમે રનવે પર આવી જાય ત્યારે અથવા સી પ્લેન ઉડાન ભારે ત્યારે.લીલમાં.ફસાઈ જાય તો.આવા અનેક પ્રશ્નો સુરક્ષાને લઈને ઉભા થયા છે. ત્યારે સી પ્લેન સેવાનો પુનઃ પ્રારંભ થાય એ પહેલાં તળાવ માંથી આ.લીલ અને કચરાની સફાઈ જરૂરી થઈ ગઈ છે. હાલ મંત્રીઓની નર્મદામાં વધતી વિઝીટ અને તૈયારીઓ ભાગ રૂપે આગામી ૩૧ ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડિયા આવશે બે દિવસના પ્રવાસ ને લઈને તડામાર તૈયારીઓ ચાલુ કરવામાં આવી રહી છે.

