Gujarat

સોનાના વાયદા બે દિવસમાં 2350 રૂપિયાનો ઘટાડો

નવી દિલ્હી વૈશ્વિક દરમાં ઘટાડાને કારણે આજે ભારતમાં સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. એમસીએક્સ પર ફેબ્રુઆરી સોનાનો વાયદો 0.42 ટકા ઘટીને રૂ. 48,760 પર પ્રતિ 10 ગ્રામ રહ્યો છે. સોનાના વાયદામાં માત્ર બે જ દિવસમાં રૂ .2,350 નો ઘટાડો થયો છે. એમસીએક્સ પર ચાંદીનો વાયદો 0.5 ટકાના ઘટાડા સાથે રૂ. 63,914 પ્રતિ કિલોગ્રામ રહ્યો છે. અગાઉના સત્રમાં સોનાના 10 ગ્રામ દીઠ રૂ. 2,050 અને ચાંદીમાં રૂ .6,100 નો ઘટાડો થયો હતો.વૈશ્વિક બજારોમાં ભાવ એટલો ચો છેયુએસ ડૉલર અને ફર્મ ઇક્વિટીમાં વધારાની વચ્ચે વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં ઘટાડો થયો. શુક્રવારે 4.4 ટકાના ઘટાડા પછી સ્પોટ સોનું 0.7 ટકા ઘટીને 1,836.30 ડ ડૉલર પ્રતિ ઑંસ પર બંધ થયું છે. અન્ય કિંમતી ધાતુઓમાં ચાંદીમાં ૨.4 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે પ્લેટિનમમાં ૨.3 ટકાનો ઘટાડો થયો છે.

ગોલ્ડ ઇટીએફમાં ઝડપથી વિકસતા રોકાણકોરોના વાયરસ રોગચાળાને કારણે આર્થિક મંદી અને યુએસ ડૉલરના ઘટાડાને પગલે સલામત રોકાણો તરીકે 2020 માં ગોલ્ડ બેસ્ડ એક્સચેંજ-ટ્રેડેડ ફંડ્સ (ઇટીએફ) માં રોકાણકારોની રુચિ વધી છે. જેના પગલે ગોલ્ડ ઇટીએફમાં 6,657 કરોડનું ચોખ્ખું રોકાણ થયું હતું. જ્યારે 2019 માં સોનાના ઇટીએફમાં ફક્ત 16 કરોડનું ચોખ્ખું રોકાણ થયું હતું. જો કે, સતત છ વર્ષોની નેટ ઉપાડ પછી 2019 માં તેની ચોખ્ખી ખરીદી થઈ હતી. ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ્સના એસોસિયેશનના ડેટા અનુસાર, ડિસેમ્બર 2020 ના અંત સુધીમાં, સોનાના ભંડોળના સંચાલન હેઠળની કુલ સંપત્તિ એક વર્ષ અગાઉના 5,768 કરોડ રૂપિયાની સરખામણીમાં બે વારથી વધુ વધીને રૂ. 14,174 કરોડ થઈ છે.

2020 માં, સોનું રોકાણકારો માટે સૌથી સલામત રોકાણ અને શ્રેષ્ઠ પ્રદર્શનના સાધનો તરીકે ઉભરી આવ્યું. ઇટીએફનો પ્રવાહ સોનામાં નબળા રોકાણકારોના રસને પ્રતિબિંબિત કરે છે. કોરોના વાયરસની અસરો ઘટાડવા માટે વિશ્વભરની કેન્દ્રીય બેંકો અને સરકારો દ્વારા નાણાકીય પગલાં લેવા ગયા વર્ષે સોનાના ભાવમાં 25 ટકાથી વધુનો વધારો થયો હતો, જ્યારે ચાંદી લગભગ 50 ટકા વધી હતી. સોનાને ફુગાવા અને ચલણના અવમૂલ્યન સામેના હેજ તરીકે જોવામાં આવે છે.સોવરિન ગોલ્ડ બોન્ડ યોજના રોકાણકારો માટે ખુલી છેસોવરિન ગોલ્ડ બોન્ડ યોજના અંતર્ગત રોકાણકારો બજારભાવ કરતા ઘણા ઓછા ભાવે સોનું ખરીદી શકે છે.

આ યોજના ફક્ત પાંચ દિવસ માટે ખુલ્લી છે અને 11 જાન્યુઆરી 2021 એટલે કે આજે તેનો પ્રથમ દિવસ છે. આ યોજના 15 જાન્યુઆરી 2021 સુધી ખુલ્લી રહેશે. યોજના અંતર્ગત તમે પ્રતિ ગ્રામ 5,104 રૂપિયામાં સોનું ખરીદી શકો છો. એટલે કે, જો તમે 10 ગ્રામ સોનું ખરીદો છો, તો તેની કિંમત 51,040 છે અને જો ગોલ્ડ બોન્ડ ઑનલાઇન ખરીદે છે, તો સરકાર આવા રોકાણકારોને 50 રૂપિયા પ્રતિ ગ્રામ વધારાની છૂટ આપે છે. આમાં, એપ્લિકેશન માટે ચુકવણી ‘ડિજિટલ મોડ’ દ્વારા કરવી પડશે.કોરોના સંકટમાં એકતાથી કર્યું કામ, હવે વેક્સીન પર અફવા ન ફેલાય- મોદીડીસીજીએ બે રસીને પરવાનગી આપી છે.

એક ઑક્સફૉર્ડ એસ્ટ્રેઝેનેકાની રસી, જેને ભારતમાં કોવિશીલ્ડના નામે ઓળખવામાં આવે છે. બીજી ભારત બાયોટેકની કોવાક્સિન. દેશમાં અત્યાર સુધી અનેક પ્રકારના ડ્રાઇ રન થઈ ગયા છે.દેશમાં 16 જાન્યુઆરીથી થનારા રસીકરણ પહેલા સોમવારના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિભિન્ન રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી. આ ડ્રગ કન્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા દ્વારા વેક્સીનના ઇમરજન્સી ઉપયોગના અપ્રૂવલ પછી પીએમ મોદી અને સીએમ વચ્ચે પહેલી વાતચીત હતી. વર્ચ્યુઅલ માધ્યમે થયેલી આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ભાગ લીધો.

બેઠક પછી પીએમ મોદીએ કહ્યું કે કોરોના સંકટના સમયે બધા રાજ્યોએ એકસાથે મળીને કામ કર્યું છે. જણાવવાનું કે ડીસીજીએ બે રસીને પરવાનગી આપી છે. એક ઑક્સફૉર્ડ એસ્ટ્રેઝેનેકાની રસી, જેને ભારતમાં કોવિશીલ્ડના નામે ઓળખવામાં આવે છે બીજી ભારત બાયોટેકની કોવાક્સિન. દેશમાં અત્યાર સુધી અનેક પ્રકારના ડ્રાઇ રન થઈ ગયા છે.મોદીએ કહ્યું કે અમે ભારતના લગભગ દરેક જિલ્લામાં ડ્રાઇ-રન પૂરાં કર્યા છે, જે એક મોટી ઉપલબ્ધિ છે. અમે જૂના અનુભવો સાથે નવા એસઓપી જોડવાના છીએ.બેઠક બાદ પીએમ મોદીએ કહ્યું, “મને સંતોષ છે કે કોરોનાના આ સંકટ કાળમાં આપણે બધાંએ સાથે મળીને કામ કર્યું.

જે શીખ લાલ બહાદૂર શાસ્ત્રીજીએ આપી હતી, તેના પર ચાલવાનો આપણે બધાંએ પ્રયત્ન કર્યો.” મોદીએ કહ્યું કે આપણે બધાંએ એ નક્કી કરવાનું છે કે વેક્સીન પર કોઇપણ પ્રકારની અફવા ન ફેલાયછત્તીસગઢના મુખ્યમંત્રી પીએમ મોદી સાથે રસીકરણ પર થનારી બેઠકમાં વર્ચ્યુઅલ રીતે સામેલ થયા.વેક્સીનેશન માટે જરૂરી લૉજિસ્ટિક્સની તૈયારી શરૂ થઈ ગઈ છે. બધાં રાજ્યોમાં ડ્રાઇ રન તરીકે કોરોના રસીકરણનો પૂર્વાભ્યાસ પણ થઈ ગયો છે. શુક્રવારે યૂપી અને હરિયાણા સિવાય દેશના બધા 33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોના વેક્સીનેશનનો બીજો દેશવ્યાપી ડ્રાઇ રન ચાલ્યું. આ ડ્રાઇ રન કુલ 736 જિલ્લામાં ત્રણ સત્રોમાં ચાલી રહ્યું છે.

યૂપી અને હરિયાણા પહેલા જ આ ડ્રાઇ રન કરી ચૂક્યા છે.સરકારી નિવેદન પ્રમાણે, સમીક્ષા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી તહેવારો લોહરી, મકર સંક્રાન્તિ, પોંગલ અને માઘ બિહુ વગેરેને ધ્યાનમાં રાખીને કોવિડ-19 રસીકરણ અભિયાન 16 જાન્યુઆરી 2021થી શરૂ થશે. આ પ્રમાણે, સ્વાસ્થ્ય કર્મચારીઓ તેમજ અગ્રિમ મોરચે કાર્યરત કર્મચારીઓ પછી 50 વર્ષથી વધારેની વયના લોકો અને 50 વર્ષતી ઓછી ઉંમરના તે લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે જેમને પહેલાથી અન્ય બીમારીઓ છે. જેમની સંખ્યા લગભગ 27 કરોડ છે. સરકારે કહ્યું, “રાષ્ટ્રીય નિયામકે બે રસી કોવિશીલ્ડ અને કોવાક્સિનને આપાતકાલીન ઉપયોગ સંબંધી પરવાનગી અથવા ઝડપી સ્વીકૃતિ આપી છે જે સુરક્ષા તેમજ રોગ પ્રતિરોધક ક્ષમતા પ્રદાન કરવામાં સક્ષમ મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *