ગાંધીનગર વિભાગના પોલીસ મહાનીરિક્ષક અભય ચુડાસમા તથા સાબરકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક ચૈતન્ય માંડલિક ની સુચનાથી તથા ઇડર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડી.એમ.ચૌહાણ ના માગૅદશૅન હેઠળ ઇડર પોલીસ ઇન્સ્પેક્ટર જે.એ.રાઠવા તથા એ.એસ.આઇ. ચાંપાભાઇ તથા પો.કો. ભરતભાઇ તથા ડ્રા.પો.કો. દોલતભાઇ સાથે નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમા હતા. દરમ્યાન રાત્રીના સમયે એક ઇસમ શંકાસ્પદ હાલતમાં ફરતો હતો જેની પાસે જતા તે માનસિક અસ્વસ્થ જણાતા તથા પરપ્રાંતીય ભાષા બોલતો હતો. પોલીસ સ્ટેશન ખાતે લાવી તેની યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા તેનુ નામ બોનગીરી લીગ્ગામુતીૅ લચ્ચઇ રહે ગોલ્લાપેલ્લી જી. જગતીયલ તેલાંગણાનો હોવાનું જણાવ્યું હતું.
ગોલ્લાપેલ્લી પોલીસ સ્ટેશન તેલાંગણા ખાતે તપાસ કરતા તે ઇસમ ૪-૧૨-૨૦ ના રોજ ગોલ્લાપેલ્લી પોલીસ સ્ટેશન ખાતે ગુમ થયાની ફરિયાદ નોધાયેલી હતી. તે ઇસમ માનસિક અસ્થિર હોવાના લીધે ઘર છોડી ગયેલ હોવાનુ જણાતા પોલીસ સ્ટેશન ખાતે સંપર્ક કરી તેના વાલીઓનો સંપર્ક કરી ગુમ થનારના પુત્ર નીતીન થતા અન્ય કુટુંબીજનો તે ગુમ ઇસમના નોધના કાગળો તથા જરૂરી સગા સંબંધી હોવાના આધાર પુરાવા સાથે આવતા ગુમ થનારનો કબ્જો સોપવામા આવ્યો હતો આમ ઇડર પોલીસે માંનસિક સંતુલન ગુમાવનાર ઇસમનુ પરિવાર સાથે મિલન કરાવી પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી.
