દિયોદર તાલુકામાં પસાર થતી રેલ્વે લાઈન માં અવાર નવાર લોકો મૃત્યુ ને ભેટવાનો સલસીલો હજી યથાવત રહ્યો છે આજે દિયોદર તાલુકાના હરીપુરા ગામ નાં ઈસમનું રેલ્વે લાઈનમાં પસાર કરતા રેલવે આવતા મોત નિપજ્યું હતું. દિયોદર તાલુકાના ધનકવાડા રેલવે ફાટક પાસે યુવક રેલવે ફાટક ક્રોસ કરવા જતાં રેલવે ની અડફેટે આવી જતાં મોત નિપજ્યું હતું. યુવક હરીપુરા ગામનો વતની હોવાનું જાણવા મળ્યું છે યુવકનું નામ ઠાકોર દિપક હોવાની જાણ થતાં લોકોનાં ટોળા ઉમટી પડ્યા હતા.
