બોટાદ જીલ્લાના રાણપુરમાં હેત વિદ્યાલય ખાતે આજરોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી.૫ મી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિન ભારતમા શિક્ષક દિન ભારતના ભૂતપૂર્વ
રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ છે, જેને તેમની યાદમાં ભારતમાં શિક્ષક દિન તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે.જ્યારે તેઓ ભારતના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમના મિત્રો અને વિદ્યાર્થીઓ દ્વારા તેમના જન્મદિવસની ઉજવણી કરવા માટે ઉત્સાહ બતાવવામાં આવ્યો હતો. જોકે રાધાકૃષ્ણને પોતાના જન્મદિવસને શિક્ષકદિન તરીકે ઊજવવાનું સૂચન કર્યું હતું. બસ, ત્યારથી તેમનો જન્મદિવસ ભારતમાં શિક્ષકદિન તરીકે ઊજવવામાં આવે છે. આ પ્રસંગ શાળાના બાળકો દ્વારા શિક્ષક બનીને સમગ્ર શાળાનું સંચાલન ખુબજ સારી રીતે કરવામાં આવ્યું હતું.
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

