ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આગામી ૧૫ જાન્યુઆરીના રોજ જામનગર આવશે. જામનગર શહેરમાં તેઓ વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને કેટલાક કામોના ખાતમૂર્હત પણ કરશે. સીએમના આગમનના પગલે જામનગરના વહિવટી તંત્ર દ્વારા સોમવારથી જ બેઠકોનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે અને મુખ્યમંત્રીના કાર્યક્રમની રૂપરેખા મુજબ તૈયારી આરંભી દેવાઇ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી ૧૫ જાન્યુઆરીના રોજ જામનગર આવી રહ્યા છે. તેઓ દ્વારા જામનગરમાં પાણી પુરવઠા, મહાનગરપાલિકા સહીત વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.
સીએમના કાર્યક્રમ અન્વયે કલેકટર કચેરીમાં સોમવારે કલેક્ટર રવિશંકરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. બેઠકમાં સીએમના કાર્યક્રમની વ્યવસ્થાઓ, સ્થળ પરની સુરક્ષા વગેરે બાબતોના આયોજન વિશે ચર્ચા કરાઇ હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ વિપિન ગર્ગ, કમિશનર સતિષ પટેલ, અધિક નિવાસી કલેકટર રાજેન્દ્ર સરવૈયા, પ્રાંત અધિકારીઓ, અન્ય સંલગ્ન કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
