Gujarat

ભરૂચમાં પુણ્ય સલિલા માં નર્મદાના આંગણે શ્રી ગીતાસાગર મહારાજના શ્રી મુખે શ્રીમદ્ ભાગવત મોક્ષગાથા સપ્તાહ યોજાશે

*આગામી તા.૧૦/૦૯/૨૨ થી તા.૧૮/૦૯/૨૨ સુધી બપોરના ૦૨:૩૦ વાગ્યા થી સાંજના ૦૫:૩૦ વાગ્યા સુધી કથા યોજાશે*
       ભરૂચમાં શ્રાદ્ધ પક્ષમાં પિતૃ મોક્ષાર્થે વ્રજ સેવા પરિવાર દ્વારા શ્રી બાંકે બિહારીજી મંદિર તથા “રાધે આશ્રમ” ના લાભાર્થે ભાદરવા સુદ પૂનમ(પ્રથમ શ્રાદ્ધ)ને શનિવાર એટલે કે  તા.૧૦/૦૯/૨૨ થી તા.૧૮/૦૯/૨૨ સુધી બપોરના ૦૨:૩૦ વાગ્યા થી સાંજના ૦૫:૩૦ વાગ્યા સુધી પુણ્ય સલિલા માં નર્મદાના કિનારે, શ્રી શીતળા માતા મંદિર, સરદાર બ્રિજ પાસે, ઝાડેશ્વર, ભરૂચ ખાતે શ્રીમદ્ ભાગવત મોક્ષગાથા સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે.
       આ સપ્તાહમાં શ્રી ગીતાસાગર મહારાજ પોતાની દિવ્ય અમૃતવાણીનો લાભ આપશે.આ કથામાં પોથી યજમાન, મુખ્ય યજમાન અને સહ યજમાન બનવા માટે (૧)૭૯૯૦૮૫૧૯૫૧ અને (૨)૯૬૮૭૬ ૨૯૦૯૧ નંબર ઉપર સંપર્ક કરવા નમ્ર વિનંતી છે.તો આ કથાનો લાભ લેવા માટે સમગ્ર ભરૂચ શહેરની ધર્મ-પ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે.
       આ સમગ્ર કથાનું જીવંત પ્રસારણ લક્ષ્ય ચેનલ પરથી કરવામાં આવનાર છે.જેનો પણ લાભ લેવા માટે ભક્તોને અનુરોધ કરવામાં આવે છે.
Attachments area

IMG-20220906-WA0131.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *