ગિરગઢડા
ભરત ગંગદેવ
વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી ગણેશ ઉત્સવની શાનદાર ઉજવણી કરી આકર્ષણ જમાવ્યુ
ખાંભાના દુર્લભ નગર રહીશો દ્વારા દુર્લભનગર ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા દુંદાળા દેવ ગણપતિ ની સ્થાપના કરી
ઉત્સવના ત્રીજા દિવસે જલારામ બાપાની ધૂન તેમજ પાંચમા દિવસે અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના અખંડમંગલ સ્વામી તેમજ સરળમૂર્તિ સ્વામીના અધ્યક્ષ સ્થાને વિશાળ સત્સંગ સભાના કરાયેલા આયોજનમાં કીર્તન-ધુન-ધાર્મિક-પ્રવચનમાં વિશાળ સંખ્યામાં હરિભક્તો ગ્રામજનો દુર્લભનગરના રહેવાસીઓ એ સત્સંગનો લાભ લીધેલ
છઠ્ઠા દિવસે આયોજિત લોક ડાયરામાં પરેશભાઈ વડીયા જીતુભાઈ ગોંડલીયા ઘનશ્યામભાઈ ગઢવી ધોરણ 11 ની વિદ્યાર્થીની કલાકાર રીંકલ પરમાર તથા રજનીકભાઈ વાળાએ ભજન તથા સંતવાણી થી કંઠના કામણ પાથરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી વાતાવરણ પવિત્ર કરી હાજર ખાંભાના મામલતદાર રામ , ટી.ડી.ઓ ઘોરી સરપંચ બાબાભાઈ ખુમાણ, અરવિંદભાઈ ચાવડા, આનંદભાઈ ભટ્ટ, અમરીશભાઈ જોશી, કૌશિકભાઈ ધામેલીયા, અરવિંદભાઈ વરિયા સહિતના અગ્રણીઓ તથા દુર્લભનગરના સ્થાનિક રહીશો અને ગ્રામજનો ને પોતાના કંઠના કામણ પાથરી અભિભૂત કરેલ
આ ડાયરામાં હાજર 500 ગ્રામજનો અગ્રણીઓને ચા નાસ્તો પણ કરાવવામાં આવેલ

