ગિરગઢડા
ભરત ગંગદેવ
ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન નો 1888 માં પાંચમી સપ્ટેમ્બર ચેન્નાઇ થી 40 માઈલ દૂર સર્વપલ્લી ગામે જન્મ થયો હતો એ વિસ્તારમાં ગામનું નામ પ્રથમ લખવાનો રિવાજ હોવાથી ડોક્ટર રાધાકૃષ્ણન સર્વપલ્લી રાધાકૃષ્ણ થી ઓળખાયા પોતે શિક્ષક હતા અને પુસ્તક પ્રેમી હતા જેથી શિક્ષક ને ધ્યેય બનાવેલ જેને લઈને પાંચ સપ્ટેમ્બરના દિને શિક્ષણ દિન તરીકે ભારતમાં યોજાય છે પાંચ સપ્ટેમ્બર 2022 સોમવારના રોજ શિક્ષણ દિન અવસરે ખાંભા તાલુકાની તમામ સરકારી ને ખાનગી શાળાઓ અને હાઈસ્કૂલ માં શિક્ષણ દિને ખાંભાની પે સેન્ટર કુમાર શાળા પ્રાથમિક કન્યાશાળા ભગવતી પરા પ્રાથમિક શાળા જે એન મહેતા હાઈસ્કૂલ શ્રી ક્રિષ્ના વિદ્યાલય શાળાઓ શાળામાં અભ્યાસ કરતા વિધાર્થી ભાઈ બહેનો એ શિક્ષકની ભૂમિકા ભજવી શાળાઓ એક દિવસના શિક્ષક તરીકે સેવા આપી તેમજ ખાંભા ની શ્રી ક્રિષ્ના શૈક્ષણિક સંસ્થાની કે,જી,ની તાતણીયા ગામની બાલિકા સાક્ષી સોલંકી એ કે, જીના વિદ્યાર્થી ભૂલકાં ઓ ને શિક્ષિકા તરીકે પોતાની આવડત પ્રમાણે પીરીયડ લય શાળાનું નામ રોશન કરેલ

