ગિરગઢડા
ભરત ગંગદેવ
ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકામાં ચાલુ શૈક્ષણીક વર્ષ ૨૦૨૨-૨૩ માટે શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રો માટે તદ્દન હંગામી ધોરણે ખંડ સમય માટે અને ગમે ત્યારે વગર નોટીસે છુટા કરવાની શરતે વ્યવસ્થાપક, રસોયા તથા મદદનીશની જગ્યા ઉપર નિમણૂંક માટે રસ ધરાવતી વ્યકિતઓએ મામલતદાર કચેરી- ગીરગઢડા ખાતે તા.૨૦/૦૯/૨૦૨૨ના રોજ ૧૫:૦૦ કલાક સુધીમાં નિયત નમુનામાં અરજી કરવાની રહેશે.
જેમા અરજીનો નમુનો મામલતદાર કચેરી- ગીરગઢડા કચેરીની મધ્યાહન ભોજન યોજના શાખામાંથી મળી રહેશે. (રજાના દિવસો સિવાય)અરજીમાં તમામ વિગતો અને જે શાળા/કેન્દ્ર માટે અરજી કરેલ છે તે સ્પષ્ટ જણાવવાનુ રહેશે. અરજી સાથે જોડવાના તમામ પ્રકારના પ્રમાણપત્રોની ખરી નકલ જોડવાની રહેશે. અધુરી વિગતોવાળી તથા નિયત સમયમર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહી.
જેમા જગ્યાનું નામ :વ્યવસ્થાપક અને વય મર્યાદા તા. ૩૦/૦૯/૨૦૨૨ ની સ્થિતિએ ૨૦ વર્ષથી ઓછી નહી અને ૬૦ વર્ષથી વધારે નહી. શૈક્ષણીક લાયકાત એસ.એસ.સી. પાસ, માનદ વેતન માસિક રૂ. ૧૬૦૦ જેમા વ્યવસ્થાપક,રસોયા તેમજ મદદનીશની ભરતી કરવાના અને કેન્દ્રોની વિગત જેમા કેન્દ્ર નંબર ૦૬ .શ્રી ખીલાવડ પ્રા. શાળા, ગીરગઢડા જગ્યાનું નામ વ્યવસ્થાપક જગ્યાની સંખ્યા ૧, કેન્દ્ર નંબર ૨૨ શ્રી દ્રોણ વસાહત પ્રા. શાળા, ગીરગઢડા જગ્યાનું નામ વ્યવસ્થાપક, જગ્યાની સંખ્યા ૧, કેન્દ્ર નંબર. ૬૦ શ્રી હડાળાનેશ પ્રા. શાળા, ગીરગઢડા ,જગ્યાનું નામ વ્યવસ્થાપક ,જગ્યાની સંખ્યા ૧,કેન્દ્ર નંબર ૬૯ શ્રી હરમડીયા સીમ પ્રા. શાળા ગીરગઢડા, જગ્યાનું નામ વ્યવસ્થાપક, જગ્યાની સંખ્યા ૧ અને કેન્દ્ર નંબર ૮૬ શ્રી અબાડા સીમ પ્રા. શાળા ગીરગઢડા, જગ્યાનું નામ વ્યવસ્થાપક ,જગ્યાની સંખ્યા ૧ છે.
શિક્ષણ વિભાગ, ગુજરાત સરકારનાં ઠરાવમાં જણાવેલ વિગતે સ્થાનિક સ્ત્રી ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે. સ્થાનિક યોગ્ય વ્યકિત ન મળે તો નજીકના ગામની વ્યકિત તથા વિધવા અને ત્યકતા મહિલાને અગ્રતા આપવામાં આવશે. ઉમેદવારની પસંદગી અનુભવ અને શૈક્ષણીક લાયકાતના આધારે તા.૦૩/૧૦/૨૦૧૬ના ઠરાવમાં જણાવેલ જોગવાઈઓ આધીન કરવામાં આવશે. પત્ર વ્યવહારને અવકાશ નથી. પસંદગી સમિતિનો નિર્ણય આખરી ગણાશે. તેમ એક યાદીમાં જણાવાયું છે.
