Gujarat

ફોરવ્હીલ ગાડીઓમાં પાવર સપ્લાય માટે વપરાતા ECM ની ચોરી કરતા ઇસમને શાહ પેટ્રોલપંપ પાસેથી 1 ઈસમને ઝડપી પાડતી અમરેલી LCB ટીમ

ગઇ તા.૦૪/૦૯/૨૦૨૨ ના સાંજના સાત વાગ્યાથી તા.૦૫/૦૯/૨૨ ના સવારના આઠ વાગ્યા દરમિયાન બાબરા મુકામે ભગતપરા તથા જુના બસસ્ટેશન પાસે જાહેરમાં પડેલ ઇકો ફોરવ્હીલ 4 જેટલી ગાડીઓમાંથી દરવાજા ખોલી,પાવર સપ્લાય કરવા માટે ઉપયોગમાં લેવાતા ECM નંગ- ૪, કુલ કિં.રૂ.૪૮,૦૦૦ની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરીને લઇ ગયેલ હોય,જે અંગે અશરફભાઇ રજાકભાઇ બીલખીયા ઉં.વ.૩૩ ધંધો ડ્રાઇવીંગ, રહે.બાબરા, જીવનપરા, તા.બાબરા જિ.અમરેલીનાઓએ ફરિયાદ આપતાં બાબરા પોલીસ સ્ટેશનમાં એ-પાર્ટ ગુનો રજીસ્ટર કરી આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબનો ગુનો અજાણ્યા ચોર ઇસમ વિરૂધ્ધ રજીસ્ટર થયેલ હોય ત્યારે જરૂરી કાર્યવાહી કરવા અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર.શ્રી આઇ.જે.ગીડા સાહેબ તથા એલ.સી.બી. ટીમને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતું.ત્યારે ગુનાના અજાણ્યા આરોપી અંગે તપાસ કરવા અમરેલી એલ.સી.બી. ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવેલ અને બાબરા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન બાબરા ટાઉનમાં આવેલ શાહ પેટ્રોલપંપ નજીકથી એક ઇસમને શંકાસ્પદ હાલતમાં પકડી પાડેલ અને તેની પાસેથી ઉપરોક્ત ચોરીમાં ગયેલ મુદ્દામાલ મળી આવતાં,પકડાયેલ ઇસમ સમીરભાઇ ઇનુસભાઇ અગવાન ઉં.વ.૨૨ ધંધો-ડ્રાઇવિંગ, રહે.બાબરા, કરીયાણા રોડ, તા.બાબરા, જિ.અમરેલીનાઓ ના ચોરીના મુદ્દામાલ ઇકો ફોરવ્હીલ ગાડીઓમાં પાવર સપ્લાય કરવા માટે ઉપયોગમાં લેવાતા ECM નંગ- ૪ કુલ કિં.રૂ.૪૮,૦૦૦ નો મુદ્દામાલ સાથે આગળની કાર્યવાહી થવા બાબરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે…
રિપોર્ટ બાય ભાવેશ વાઘેલા

IMG_20220908_132007.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *