રાજકોટ: જીવલેણ કોરોના (Corona Virus) સામેની જંગ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે. સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાં મંગળવારે કોરોના વૅક્સીનનો જથ્થો (Corona Vaccine Supply) પહોંચાડવામાં આવ્યો છે, ત્યારે ગુજરાત માટે એક ગૌરવ લેવા જેવી વાત છે. જેમાં કોરોના વૅક્સીન (Covid-19 Vaccine) પહોંચાડવામાં રાજકોટની મહિલા પાયલોટની (Rajkot Woman Pilot) મહત્વની ભૂમિકા રહી છે.
રાજકોટની મહિલા પાયલોટ (Rajkot Woman Pilot) નિધી અઢિયાએ (Nidhi Adhia) પૂણેથી હૈદરાબાદ ખાતે વિમાન દ્વારા કોરોના વૅક્સીનનો જથ્થો પહોંચાડ્યો છે. દેશના વિવિધા ભાગોમાં કોરોના વૅક્સીન (Covid-19 Vaccine) પહોંચાડવામાં (Corona Vaccine Supply)રાજકોટ યુવતીની ભૂમિક સામે આવતા શહેરીજનો પણ ગર્વ અનુભવી રહ્યાં છે.
નિધી અઢિયા (Nidhi Adhia) નામની રાજકોટની યુવતીએ (Rajkot Woman Pilot) સમગ્ર દેશમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. નિધીના પિતા બિપીનભાઈ રાજકોટ મ્યુન્સિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યાં છે. બિપીનભાઈ પોતાની પુત્રી પર ગર્વ અનુભવી રહ્યાં છે. રાજકોટની નિધીએ વડોદરા અને અમદાવાદમાં અભ્યાસ કરીને પાયલોટની ટ્રેનિંગ લીધી છે.
