Gujarat

કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા વાલસૂરા એસ.એસ.બી કેમ્પ ખાતે વૃક્ષારોપણ કરાયું

રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા વાસલુરા SSB કેમ્પ ખાતે આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. એસ.એસ.બી ગ્રાઉન્ડમાં મંત્રીશ્રીએ વૃક્ષારોપણ કરીને શાળાના વિધ્યાર્થીઓ સમક્ષ આપણા જીવનમાં વૃક્ષો કેટલા ઉપયોગી છે તેમજ તેનું જતન કરી આવનારી પેઢીને મદદરૂપ થવા જણાવ્યું હતું. આ તકે પેરામિલીટરી ફોર્સ દ્વારા મંત્રીશ્રીનું મુમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નગર પ્રાથમિક સમિતિના સભ્ય મનીષાબેન બાબરિયા, ડેપ્યુટી કમાન્ડર આગામ દયાલ, સબ ઇન્સ્પેકટર રમેશસિંહ જાડેજા, તપોવન વિદ્યાલયના આચાર્ય શ્રી રોહિત ભણસાલી, શાળા નં.૨૭ના આચાર્ય શ્રી અલ્પેશભાઈ કટેશિયા, શાળા નં.૫૧ના આચાર્યા શ્રી સરોજબા જાડેજા, ભાજપ શહેરમંત્રી શ્રી દયાબેન પરમાર, એએસઆઈ શ્રી ખારા જેઠાભાઈ,ચીંતનભાઇ બારાઇ,પેરામિલીટરી ફોર્સનો સ્ટાફ તેમજ શાળાના વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Raghavjibhai-patel-3.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *