ઔદ્યોગક તાલીમ સંસ્થા જામનગર દ્વારા તા.૧૨ સપ્ટેમ્બરના રોજ રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં મોટી સંખ્યામાં વિવિધ ખાનગીક્ષેત્રના નોકરીદાતાઓ હાજર રહેશે. તેમજ સ્થળ પર જ ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. જે કોઈ ઉમેદવાર રોજગાર ભરતીમેળામાં હાજર રહેવા માંગતા હોય તેઓએ શૈક્ષણિક તેમજ અનુભવની લાયકાત અંગેના પ્રમાણપત્ર, બાયોડેટા તેમજ ફોટોગ્રાફ સાથે આઈ. ટી. આઈ. જામનગર, સેમિનાર હૉલ ચોથોમાળ ખાતે સવારે ૧૦:૩૦ કલાકે હાજર રહેવા જણાવવામાં આવ્યું છે.
