Maharashtra

બિરલા ગ્રુપના ચેરમેનની દીકરી બોલિવૂડમાં કુણાલ કોહલીથી ડેબ્યું

મુંબઈ
પ્રતિષ્ઠિત ઉદ્યોગગૃહ બિરલા ગ્રૂપના ચેરમેન કુમાર મંગલમ બિરલાની દીકરી ફિલ્મ ક્ષેત્રે ડેબ્યુ કરી રહી છે. અનન્યા બિરલાની કરિયરની પહેલી ફિલ્મ બોબી દેઓલ સાથે છે. ‘શ્લોકઃ ધ દેશી શેરલોક’ને કુણાલ કોહલી બનાવી રહ્યા છે. કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મની ડીટેઈલ શેર કરી હતી. કુમાર મંગલમની દીકરીએ અનન્યાએ માત્ર ૧૭ વર્ષની ઉંમરે સ્ટાર્ટ અપમાં ઝંપલાવ્યું હતું. નાનપણથી સંતૂરમાં નિપુણતા ધરાવતી અનન્યાએ વિદેશના જાણીતા આર્ટિસ્ટ્‌સ સાથે મ્યૂઝિક આલબમ કરેલા છે. હવે તે એક્ટિંગમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. આશ્રમ સિરિઝમાં કપટી-માયાવી બાબા નિરાલાનો રોલ કરનાર બોબી પણ અનન્યાની સાથે છે. ફિલ્મની વધારે ડીટેઈલ બહાર આવી નથી, પરંતુ નામને જાેતાં આ ફિલ્મ ડિટેક્ટિવ આધારિત જણાય છે. શેરલોક હોમ્સની કથાઓથી આ ફિલ્મ પ્રેરિત જણાય છે અને તેમાં દેશી ડિટેક્વિનો રોલ બોબી દેઓલ કરી રહ્યા છે. ફિલ્મમાં અનન્યાનો શું રોલ છે અને સ્ટોરી શું છે તે અંગે થોડો સમય રાહ જાેવી પડશે.

File-01-Page-29.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *