કપડવંજ
કપડવંજ તરફના રોડ પર આવેલ લાડવેલ કેનાલ પાસે ૬૦ વર્ષીય મહિલા આત્મહત્યા કરવા જતા એસટી કંન્ડકટરે જીવ બચાવ્યો છે. મહિલા બસમાંથી ઉતરી કેનાલ તરફ આત્મહત્યા કરવા જતા કંન્ડકટરનુ ધ્યાન જતા મહિલાને બચાવી લેવાયા હતા. બનાવની જાણ મહિલા હેલ્પલાઇન ૧૮૧ અભયમને કરતા ટીમ સ્થળ પર પહોચી મહિલાનુ કાઉન્સેલિંગ કરી સમગ્ર બનાવની માહિતી મેળવી હતી. મહિલાને પરિવાર સાથે મિલન કરાવી મામલો થાળે પાડી પરિવારને સોંપવામાં આવ્યા છે. લાડવેલ પાસે આવેલ કેનાલમાં ૬૦ વર્ષીય આસરાની એક મહિલા આત્મહત્યા કરવા જતા બસના કંન્ડકટરે જીવ બચાવ્યો હતો. બસ બસસ્ટોપ પર ઉભી રહેતા બસના મૂસાફરો ઉતરી જતા હતા. તે સમયે બસમાંથી ઉતરેલ એક મહિલા બસસ્ટોપ નજીક આવેલ કેનાલ તરફ આત્મહત્યા કરવા જતા કંન્ડકટરનુ ધ્યાન ગયુ હતુ. જેથી તેઓ તે તરફ દોડી જઇ મહિલાનો જીવ બચાવ્યો હતો. આ બાદ મહિલાને પરત બસમાં બેસાડી સહી સલામત રીતે કપડવંજ બસસ્ટેન્ડમાં લાવવામાં આવ્યા હતા.??????? બીજી તરફ બનાવની જાણ ૧૮૧ મહિલા હેલ્પલાઇનને કરતા ટીમ પણ સ્થળ પર પહોંચી મહિલાનુ કાઉન્સેલિંગ કરતા મહિલાના ઘરમા કોઇ કામકાજ બાબતે ઝઘડો થયો હતો, જેથી તેઓ તેમના ઘરે થી કોઇને કોઇ પણ પ્રકારની જાણ કર્યા વગર નીકળી ગયા હતા. તેઓ બસમાં બેસી બસનુ સ્ટોપ આવતા તેઓ ઉતરી કેનાલ પાસે જઈને આત્મહત્યા કરવાની કોશિશ કરતા બસના કંન્ડકટરે તેમનો જીવ બચાવ્યો હોવાનું જણાવ્યુ હતુ. મહિલા હેલ્પલાઇન અભયમ ટીમ મહિલાની સમગ્ર સમસ્યા વિશેની જાણકારી મેળવી મહિલાના ઘરે લઇ જવામાં આવી હતી.જ્યા મહિલાનુ પરિવાર સાથે મિલન કરાવી મહિલાના પ્રશ્નોનુ સમાધાન કરી સોંપવામાં આવ્યા હતા. આમ જીસીઆરટીના જાગૃત સ્ટાફ અને ૧૮૧ મહિલા હેલ્પ લાઇનની સરાહનીય કામગીરીથી એક મહિલાનો જીવ બચાવ્યો છે.


