વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 જાન્યુઆરીએ દેશમાં કોરોના વેક્સીનેશન મહા અભિયાનની શરૂઆત કરવાના છે. આ સાથે જ પીએમ મોદી દ્વારા કો-વિન એપ પણ લોન્ચ કરવામાં આવશે. દેશમાં 16 જાન્યુઆરીથી કોરોના વાયરસ વિરૂદ્ધ રસીનું મહા અભિયાન શરૂ થવા જઇ રહ્યુ છે.
સુત્રોની માનીએ તો, પીએમ મોદી વર્ચુઅલ રીતે આ અભિયાનની શરૂઆત કરી શકે છે. દેશના અલગ અલગ રાજ્યમાં આ દરમિયાન એક સાથે વેક્સીનેશનની શરૂઆત થવાની છે.
મહત્વપૂર્ણ છે કે જેને પણ કોરોના વેક્સીન આપવામાં આવશે, તેમણે બે ડોઝ આપવાના છે. દરેક વ્યક્તિએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવવુ પડશે, તે બાદ કો-વિન એપ દ્વારા રસી લાગવાની તારીખ, સ્થળ અને અન્ય જાણકારી આવશે. બન્ને ડોઝ લાગ્યા બાદ વ્યક્તિના ફોન પર જ સર્ટિફિકેટ પણ આવી જશે.
મહત્વપૂર્ણ છે કે દેશમાં બે વેક્સીનને મંજૂરી મળી છે, કોવિશીલ્ડ અને કો વેક્સીન. જેની સપ્લાય ગત દિવસોમાં શરૂ કરવામાં આવશે અને હવે દેશના દરેક રાજ્યમાં વેક્સીનને પહોચાડવામાં આવી રહી છે. ભારતમાં કેટલાક તબક્કામાં વેક્સીનેશનનું કામ થવાનું છે, જેની શરૂઆત 16 જાન્યુઆરીથી થઇ રહી છે.
અત્યારે 3 કરોડ કોરોના વોરિયર્સને વેક્સીન લગાવવામાં આવશે. જે બાદ ફ્રંટલાઇન વર્કસ, 50 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકો અને ગંભીર બીમારી ધરાવતા લોકોને ડોઝ આપવામાં આવશે. દિલ્હી સહિત અન્ય રાજ્યમાં સીરમ ઇંસ્ટીટ્યૂટની કોવિશીલ્ડ સિવાય ભારત બાયોટેકની કો વેક્સીનની સપ્લાય પણ શરૂ થઇ ગઇ છે.
