અંકલેશ્વર
અંકલેશ્વર શહેરમાં આવેલા એસટી ડેપોમાં બસની રાહ જાેઈને બેઠેલી માટીએડ ગામની વિદ્યાર્થીનીના માથા ઉપર સ્લેબનો પોપડો પડતા માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. તેને ૧૦૮ મારફતે સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી. જાેકે સ્લેબ પડતા મુસાફરોએ તાત્કાલિક ડેપોનું રીપેરીંગ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. અંકલેશ્વરના માટીએડ ગામની નેન્સી પરમાર કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે, નેન્સી શહેરમાં આવેલા એસટી ડેપોમાં પ્લેટફોર્મ પર બસની રાહ જાેઈને બેઠી હતી. તે દરમ્યાન અચાનક ડેપોના સ્લેબનો પોપડો નેન્સીના માથા ઉપર પડતા તેને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાના પગલે એસટી ડેપોનો સ્ટાફ દોડી આવ્યો હતો. ઈજાગ્રસ્ત નેન્સી પરમારને ૧૦૮ મારફતે સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી. આ બનાવના પગલે આસપાસ બેઠેલા પેસેન્જરોમાં પણ નાશભાગ મચી જવા પામી હતી. અંકલેશ્વર એસટી ડેપો તંત્ર વહેલી તકે સ્લેબના જજર્રિત ભાગનું સમારકામ કરે તેવી મુસાફરોએ માંગણી કરી હતી.


