Gujarat

લાઠી તથા બાબરા પોલીસ સ્ટેશનના ગુનાઓમાં એક વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને અમરેલી ટાઉનમાંથી પકડી પાડતી અમરેલી એલ.સી.બી.ટીમ*

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં ગુનાઓ કરી, નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતાં આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ.
અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી વી. બી. દેસાઇ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે (૧) લાઠી પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૩૦૩૪૨૧૦૦૬૦/ ૨૦૨૧, ઇ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬(૨)(એમ), ૩૭૬(૩), ૧૧૪ તથા પોકસો એકટ કલમ ૧૮, ૪, ૬, ૮, ૧૭ તથા (૨) બાબરા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૯૩૦૦૮૨૧૦૮૦૭/૨૦૨૧, ઇ.પી.કો. કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબના ગુનાઓનો આરોપી એક વર્ષથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા હોય, તેમજ મજકુર આરોપીનું નામ. લાઠી કોર્ટમાંથી સી.આર.પી.સી. કલમ ૭૦ મુજબનું વોરંટ ઇસ્યુ થયેલ હોય, મજકુર લીસ્ટેડ આરોપીને આજરોજ તા.૧૧/૦૯/૨૦૧૨ ના રોજ બાતમી હકિકત આધારે અમરેલીમાંથી પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
*પકડાયેલ આરોપીની વિગત*
ગોપાલ રમેશભાઇ વાઘેલા, ઉ.વ.૧૯ રહે. મોટા દેવળીયા, તા.બાબરા, જિ.અમરેલી,
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી વી. બી. દેસાઇ તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે…
રિપોર્ટ બાય ભાવેશ વાઘેલા

IMG-20220912-WA0006.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *