સાવરકુંડલા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમા સાહિત્યિક ક્ષેત્રે અનોખી ભાત પાડનાર વાંચકો માટે વાંચન સામગ્રીનો રસપ્રદ રસથાળ પીરસતાં અવનવા શિષ્ટ વાંચન સામગ્રી ધરાવતાં પુસ્તકો વિનામૂલ્યે વાંચન માટે વિતરણ વ્યવસ્થા માટે પ્રતિબદ્ધ એવા શબદ ગ્રુપ દ્વારા શરૂ થયેલ અમરત પિયાલા અંતર્ગત પુસ્તક વાંચન અભિયાનની શૃંખલા – ૨ નો સારો પ્રતિસાદ મળતાં હવે શૃંખલા – ૩ માટે વાંચકોએ સ્થળ ફેરની નોંધ લેવાની જાહેરાત કરતાં વાળા સાહેબ. હવે પછીની શૃંખલા -૩ નું પુસ્તક મેળવવાની સ્થળ સાવરકુંડલા શહેરમાં નાવલી નદી કાંઠે આવેલ મહિલા અધ્યાપન મંદિર (પીટીસી કોલેજ) રહેશે
———————————————————————
“શબદ”ગ્રુપ દ્વવારા શરૂ થયેલ .’અમરત પિયાલા’ અંતર્ગત પુસ્તક વાંચન અભિયાનની શૃંખલા-૨ તારીખ ૧૧/૯/૨૦૨૨ના રોજ ચાણક્ય ટ્યુશન કલાસિસમા યોજાય હતી, આ વખતે થોડું હિન્દી સાહિત્ય અને કવિતાના નવાં પુસ્તકો ઉમેરવામા આવ્યા હતા. અને વાંચવા લઇ ગયેલા પુસ્તકો વાચક મિત્રો દ્વારા જમા કરવામાં આવ્યા હતા અને પુસ્તક વાંચવાનું બાકી રહ્યું હોય તેમણે પણ હાજર રહી પુસ્તક રીન્યુ કરાવ્યાં હતાં.વાચક પ્રિય વિજયભાઈ મહેતા, શ્રી અમિતભાઇ કાલોડિયા (અમરેલી)શ્રી મધુકાન્તભાઈ, શ્રી અલ્પેશ મકવાણા એમ મળી કુલ ૬૦ વાચક મિત્રોએ આ કાર્યક્રમનો લાભ મેળવ્યો હતો તેમજ પુસ્તક વાંચન કરેલ વાચક મિત્રોએ પુસ્તક અને આ અભિયાન વિશેના પ્રતિભાવો રજુ કર્યા હતા. આ શૃંખલા-૨મા કુલ ૩૨ પુસ્તકો વાચક મિત્રો વાંચન માટે લઇ ગયા. તો સાથો સાથ સાહિત્યીક પુસ્તકો સ્વીકારવામાં આવ્યા હતા. આ પખવાડિયાની શૃંખલા શબદ ગ્રુપના શબદ મિત્ર શૈલેષભાઈ ખીમસુરિયાના સમન્વયથી સફળ રહી હતી. “અમરત પિયાલા”અંતર્ગત શૃંખલા-૩ પુસ્તક વાંચન કાર્યક્રમનું સ્થળ મહિલા અધ્યાપન મંદિર (પીટીસી કોલેજ ) સાવરકુંડલા રહશે. દર મહિનાના બીજા અને છેલ્લા રવિવારે (સમય ૫થી ૭ )આ અભિયાન શરૂ રહશે તો સૌ વાંચન પ્રિય સાહિત્યીક લોકોએ અવશ્ય લાભ લેવા વિનંતી. એવી અપીલ આ સંસ્થાના વાળા સાહેબે કરી હતી.
