Gujarat

નાની ખાવડી, ગાગવા તથા મુંગણી ગામ એક માર્ગથી જોડાશે

રૂ. ૨૫૧ લાખના ખર્ચે પાંચ કિ.મી. લાંબા રોડનું ખાતમુહૂર્ત કરતા કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ

 

ગામડામાં પ્રાથમિક સુવિધાઓ મળે, ગામડા શહેરની સમકક્ષ બને તે માટે ગ્રામિણ ક્ષેત્રે વધુમાં વધુ સુવિધાઓ સરકાર દ્વારા ઉભી કરવામાં આવી રહી છે- કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલ

 

જામનગર તા.૧૨ સપ્ટેમ્બર, રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે નાની ખાવડી ખાતે રૂ.૨૫૧.૩૯ લાખના ખર્ચે બનનારા નાની ખાવડી, ગાગવા તથા મુંગણી ગામને એકબીજા સાથે જોડતા પાંચ કિ.મી.ની લંબાઈના કાચા રસ્તા પર ડામર રોડની કામગીરીનું ખાતમુહૂર્ત કર્યું હતું.

 

આ પ્રસંગે કૃષિ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ખેડૂતોની આવક બમણી કરવાના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને પૂર્ણ કરવા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વીજળી, ટેકાના ભાવે જણસની ખરીદી, ખાતર પર સબસીડી, કૃષિ સાધન સહાય, વિના વ્યાજે કૃષિ લોન વગેરે જેવી અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી સરકાર ખેડૂતોની પડખે ઉભી રહી છે.અતિવૃષ્ટિના સમયે અસરગ્રસ્ત વિસ્તારોમાં તમામ પ્રકારની સહાયતામાં વધારો કરી સરકાર ખેડૂતો માટે મુશ્કેલીના સમયમાં મદદરૂપ બની તો ત્યારબાદ ચેકડેમ, તળાવ, રોડ રસ્તા સહિતના પડતર પ્રશ્નો અંગે સ્થાનિક આગેવાનોની માંગણીઓ મંજૂર કરી સરકારે જિલ્લાના વિકાસને વેગવંતો બનાવ્યો છે. ગામડામાં પ્રાથમિક સુવિધાઓ મળે, ગામડા શહેરની સમકક્ષ બને અને ગામડામાંથી લોકોનું સ્થળાંતર અટકે તે માટે ગ્રામિણ ક્ષેત્રે વધુમાં વધુ સુવિધાઓ સરકાર દ્વારા ઉભી કરવામાં આવી રહી છે.આ રસ્તાની કામગીરી પૂર્ણ થયે ઉપરોક્ત ગામો સહિત આજુબાજુના ગામોને પણ નવા બનતા આ રસ્તાનો લાભ મળશે.

 

આ પ્રસંગે જાડાના પૃર્વ ચેરમેન શ્રી દિલિપસિંહ ચુડાસમા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી રણછોડભાઇ પરમાર, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી વિઠલભાઇ કણજારીયા, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી મનસુખભાઇ ચભાડીયા, શ્રી કુમારપાલસિંહ રાણા, શ્રી મુકુંદભાઇ સભાયા,શ્રીભવાનભાઇ ચૌહાણ, ગાગવા સરપંચ શ્રી મહેન્દ્રસિંહ જાડેજા, નાની ખાવડી સરપંચ શ્રી કનકસિંહ જાડેજા, શ્રીવિપુલસિંહ જાડેજા, શ્રી દેવુભાઇ ગઢવી, શ્રી મનુભા સોઢા, શ્રીલાલજીભાઇ વ્યાસ, શ્રીદિપસિંહ કંચવા, શ્રીજયેન્દ્રસિંહ ચુડાસમા, શ્રીદુલાભાઇ જામ, શ્રી ગરવાભાઇ મોરી, કિશાન મોરચા પ્રમુખ શ્રી પ્રદિપસિંહ જાડેજા સહિત બહોળી સંખ્યામાં વિસ્તારના ગ્રામજનોઉપસ્થિત રહ્યા હતા.

kalavad-8.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *