રાજ્યની સરકારી ઈજનેરી કોલેજોમાં ફરજ બજાવતાં અધ્યાપકો ગુજરાત રાજ્યમાં ટેકનિકલ શિક્ષણના વિકાસની સાથે સાથે ભારત સરકારશ્રી તથા ગુજરાત સરકારશ્રી ની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે હંમેશા નિષ્ઠાપૂર્વક અને ખંતથી ફરજ બજાવી રાજ્યના તેમજ રાષ્ટ્રના વિકાસમાં પોતાનું ઉત્કૃષ્ટ યોગદાન આપી રહ્યા છે. સરકારી ઈજનેરી કોલેજોમાં ફરજ બજાવતા અધ્યાપકોના ઘણા પ્રશ્નો ખુબજ લાંબા સમયથી પડતર છે. આ પ્રશ્નો બાબતે સરકારશ્રીને વારંવાર લેખિત તેમજ મૌખિક રજુઆતો કરવા છતાં તેમજ મંડળ ના હોદેદારો સાથે અગ્ર સચિવશ્રી, શિક્ષણ વિભાગ અને ટેકનીકલ શિક્ષણ નિયામકની કચેરીના અધિકારીશ્રીઓની હાજરીમાં શિક્ષણમંત્રી અને નાણામંત્રી સાથે યોજાયેલ રૂબરૂ મુલાકાતો દરમ્યાન ડિગ્રી ઇજનેરી કોલેજના અધ્યાપકોના વિવિધ પ્રશ્નોનોનું યોગ્ય નિરાકરણ લાવવા જરૂરી સહમતી દર્શાવ્યાબાદ પણ આજદિન સુધી યોગ્ય નિરાકરણ આવેલ નથી. ટેકનીકલ શિક્ષણ વિભાગમાં આશરે ૬૦૦ (છ સો) જેટલા કોર્ટ કેસો હોવા એ ટેકનિકલ શિક્ષણ વિભાગની નિતિ-રીતી અને કાર્યક્ષમતા સામે ગંભીર પ્રશ્ન ઉભો કરે છે. વર્ષો સુધી રાહ જોવા છતાં પ્રશ્નોનો ઉકેલ ન આવતાં રાજ્યની તમામ સરકારી ઈજનેરી કોલેજોના અધ્યાપકોએ તા. ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૨થી ગાંધી ચિંધ્યા માર્ગે વિવિધ કાર્યક્રમ આપવાનું ઠરાવેલ હતું જે અંતર્ગત આજથી સોશિયલ મીડિયા દ્વારા આંદોલનનો પ્રારંભ કરેલ છે. જે અન્વયે અધ્યાપકોએ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવાં કે ટ્વિટર, ફેસબુક વિગેરે દ્રારા સરકારશ્રીને પોતાની માંગ પહોંચાડવા પ્રયત્ન કરેલ છે.
આજ રોજ આશરે ૫૦૦૦૦ જેટલા મેસેજ #Padtarprashno થી વિવિધ પડતર પ્રશ્નો માટે મેસેજ અને સાથે સાથે જુની પેન્શન યોજના અને સાતમા પગાર પંચ ના TA અને DA ની માંગણી માટે મુખ્યમંત્રીશ્રી, નાણામંત્રી તેમજ શિક્ષણ મંત્રીશ્રી ને ટ્વીટ કરી પોતાની માંગણી પહોંચાડવા પ્રયાસ કરેલ છે.
સરકારશ્રી સમક્ષ સમયાંતરે રજુ કરાયેલ મુખ્ય પડતર પ્રશ્નો:
૧) ૦૧/૦૧/૨૦૧૬ પછી CAS (કેરિયર એડવાંન્સમેન્ટ સ્કીમ) હેઠળના લાભો આપવાના બાકી છે.
૨) આધ્યાયકોને નિયમાનુસાર સહાયક પ્રાદ્યાપક (વર્ગ-૨) થી સહ પ્રદ્યાપક (વર્ગ-૧) ની બઢતી આપવી.
૩) સ્વવિનંતીથી બદલી કરવા અંગે
4) અધ્યાપકોએ સરકારશ્રીમાં બજાવેલ એડહોક સેવાને સળંગ ગણી લગતા લાભો આપવા.
આંદોલનાત્મક કાર્યક્રમની રૂપરેખા:
પ્રકરણ-1: ૧૨ સપ્ટેમ્બર થી ૧૪ સપ્ટેમ્બર: પડતર પ્રશ્નો માટે સોશિયલ મીડિયા અભિયાન.
તમામ સભ્યો દ્વારા પોતાના અધિકાર માટે સોશ્યલ મિડીયા ના તમામ પ્લેટફોર્મ ઉપર પડતર પ્રશ્નો અંગે ના મેસેજ/પોસ્ટર/સૂત્રો share કરવા. તમામ સભ્યો ૩pm થી ૬pm મેસેજ/પોસ્ટર/સૂત્રો #Padatarprashno સાથે Tweet કરશે.
પ્રકરણ-2: ૧૫ સપ્ટેમ્બર થી 22 સપ્ટેમ્બર: કાળા કપડાં/કાળી પટ્ટી
તમામ સભ્યો તારીખ ૧૫, ૧૭, ૧૯, ૨૧ ના રોજ કાળા કપડા પહેરશે અને તારીખ ૧૬, ૨0, ૨૨ ના રોજ કાળી પટ્ટી ધારણ કરશે.
કચેરી સમય પહેલા/પછી કે રિશેષ દરમ્યાન સંસ્થા ખાતે તમામ સભ્યો એકત્રિત થઇ બેનર/પોસ્ટર સાથે સુત્રોચાર કરવા.
પ્રકરણ-3: ૨૩ સપ્ટેમ્બર થી પડતર પ્રશ્નો નું ઉચિત નિરાકરણ આવે ત્યાં સુધી: તમામ સભ્યો તમામ બિનશૈક્ષણિક કામગીરી નો બહિષ્કાર કરશે.
ભાવેશ મુલાણી, ભરૂચ.
