Gujarat

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયો વિશ્વાસથી વિકાસયાત્રા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ

 

સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાના હસ્તે રૂ. ૨૨.૭૫ કરોડના વિકાસના પ્રકલ્પોનું ઈ લોકાર્પણ – ખાતમુહૂર્ત

સંપન્ન

અમારી સરકારે સૌનો સાથ સૌનો વિકાસ સુત્ર ખરા અર્થમાં ચરિતાર્થ કર્યું છે

– સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા

રાજ્ય સરકાર લોકો માટે હર હંમેશ વિકાસના કાર્યો કરી રહી છે: જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શાંતાબેન ખટારીયા

જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

            જૂનાગઢ,તા.૧૩ વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આજે બીજા દિવસે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાના હસ્તે રૂપિયા ૨૨ કરોડના વિકાસના વિવિધ પ્રકલ્પોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ સંપન્ન થયો હતો.

આ પ્રસંગે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા એ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે અમારી ડબલ એન્જિનની  સરકારે સૌના સાથ સૈાના  વિકાસ સૂત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કર્યું છે. કોરોનાની કપરી પરિસ્થિતિમાં વડાપ્રધાન શ્રી એ મજબૂત નેતૃત્વનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પીએમ કેર ફંડના માધ્યમથી કોરોના મહામારીમાં અનાથ થયેલ બાળકોની તમામ જવાબદારી સરકાર ઉઠાવી રહી છે. તેમણે આ તકે  વધુમાં ગંગા સ્વરૂપા  પેન્શન યોજના, ઉજ્વલા યોજના, આયુષ્માન ભારત જેવી કલ્યાણકારી  યોજનાની સિદ્ધિની વાત કરી હતી.

   આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી શાંતાબેન ખટારીયા, મેયર શ્રી ગીતાબેન પરમાર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણા, સાવજ ડેરીના ડિરેક્ટર શ્રી દિનેશભાઈ ખટારીયા એ પ્રાસંગિક ઉદબોધનમાં વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીએ રાજ્ય સરકારના વિકાસ કાર્યો વર્ણવી આ સરકાર હર હંમેશ લોકો માટે સમર્પિત અને લોકોની સુખાકારી માટે સતત કરી રહી  છે તેમ પણ જણાવ્યું હતું.

     માહિતી ખાતા દ્વારા તૈયાર થયેલ વિશ્વાસથી વિકાસયાત્રાની ગાથા ને રજુ કરતી ફિલ્મ પણ લોકોએ નિહાળી હતી. આ પ્રસંગે સાહિત્યનું વિતરણ તેમજ કલાકારો વૃંદ દ્વારા ગીત સંગીત  રજૂ કરવામાં આવ્યુ હતું.

      વિશ્વાસથી વિકાસ યાત્રા હેઠળ જિલ્લા કક્ષાના ત્રણ વિકાસના કામોમાં રૂ. ૮.૭૧ કરોડના ખર્ચે બીલખા જૂથ સુધારણા પાણી પુરવઠા યોજના અને વિસાવદર નગરપાલિકામાં રૂ.૦૭  કરોડના ખર્ચે પીવાના પાણી માટેની નલ સે જલ યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. ઉપરાંત માણાવદરમાં રૂપિયા ૫.૪૦. કરોડના ખર્ચે નિર્માણ પામેલ ૬૬ કે.વી ભડુલા સબ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું

    આ સાથે જૂનાગઢ પ્રાંત વિસ્તારમાં રૂ.૨.૧૧ કરોડના ખર્ચે કુલ – ૩૨ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવશે. તેમજ જૂનાગઢ શહેરમાં રૂ.૬૨ લાખના ૩ વિકાસના કામોનું લોકાર્પણ- ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ.

           આ પ્રસંગે કલેક્ટરશ્રી રચિત રાજ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મીરાંત પરીખ, એસપી શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી, જૂનાગઢ મનપા કમિશનર શ્રીરાજેશ તન્ના, આસિસ્ટન્ટ કલેકટર શ્રી હનુલ ચૌધરી, અગ્રણી શ્રી પ્રદીપભાઈ ખીમાણી, કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ.વી.પી.ચોવટીયા સહિતના અધિકારીઓ પદાધિકારીઓ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા

Vishvasthi-vikas-karykram-6.JPG

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *