Gujarat

અંકલેશ્વર જીઆઈડીસીની કેમાતુર અને કેમી ફાઇબર કંપનીમાં આગ લાગતા ભારે નુકશાન

અંકલેશ્વર
કેમતુરમાં લાગેલી આગે બાજુમાં આવેલી કેમી ફાઇબરને ચપેટમાં લીધી હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી કેમાતુર કંપનીમાં આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. આગના કારણે બાજુમાં આવેલી ફાઇબરને કંપનીને પણ ચપેટમાં લીધી હતી. ડીપીએમસીના લાશ્કરોએ દોડી આવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જાેકે આગમાં કોઈ જાનહાનિ થવા ન પામી હતી. અંકલેશ્વર જીઆઈડીસીની કેમાતુર ચોકડી નજીક આવેલી ક્રિષ્ના એન્ટરપ્રાઇઝમાં રાત્રીના આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. જાેકે આગે વિકરાર સ્વરૂપ ધારણ કરતા આજુ બાજુમાં આવેલા કેમી ફાઇબર કંપનીને પણ ચપેટમાં લીધી હતી. જેના કારણે આગ વધુ વિકરાર બની હતી. બનાવની જાણ અંકલેશ્વર ડીપીએમસી સહિતના ફાયર ટેન્ડરના લાશ્કારોને કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. હાલમાં આગની ઘટનામાં કોઈ જાનહાનિના નહિ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. આગના કારણે બંનેય કંપનીને મોટું નુક્શાન થવા પામ્યું છે. જાેકે કંપનીમાં આગ ક્યાં કારણોસર લાવી હતી તે જાણી શકાયું નથી.

File-01-Page-25.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *